ઘરની છત કે દિવાલ પર કાળી કીડીઓ ચાલતી દેખાય તો સમજો કે...

ચાલો જાણીએ આ સંકેતો વિશે

દરરોજ આપણી સાથે એવી કેટલીક ઘટનાઓ બને છે, જેના પર ઘણી વખત આપણુ ધ્યાન જાય છે તો ઘણી વખત આપણે તેના વિશે કશું સમજી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે આપણા જીવનમાં બનનારી ઘટનાઓ કેટલાંક સારા સંકેતો આપે છે તો કેટલાંક ખરાબ સંકેતો આપે છે. વૃહત સંહિતામાં એક સંપૂર્ણ અધ્યાય આ વિષય પર લખવામાં આવ્યો છે. આ બધી બાબતો માન્યતાઓના આધારે પ્રચલિત છે. ચાલો જાણીએ તે સંકેતો વિશે.

જો સવારના સમયે ગાય તમારા દરવાજા પાસે આવીને બોલવાનું શરૂ કરી દે તો આ સંકેત સૌભાગ્યની નિશાની છે. સમજો કે આવનારા સમયમાં તમારી સાથે કંઈક સારુ થવાનું છે. તમને ગમે ત્યાંથી સારા સમાચાર મળી શકે છે. આ સિવાય જો સવારે તમારા દરવાજા પાસે આવી કાગડો બોલે તો સમજો કે તમારા ઘરે કોઈ આવી રહ્યું છે. જો કાગડો બપોરના સમયે તમારા ઘરના દરવાજા પાસે આવીને બોલે તો તેનો અર્થ થાય છે કે તમારા ઘરે એક પત્ર આવવાનો છે.

જો વાંદરો ક્યાંકથી કેરીનો ગોટલો લાવી તમારા ઘરના આંગણામાં નાખી દે તો આ સંકેત વ્યવસાયની વૃદ્ધિનું સૂચક માનવામાં આવે છે. આ સિવાય જો તમારા ઘરના દક્ષિણ ભાગમાં તીતર આવાજ કરે તો અચાનક સુખ, સૌભાગ્ય અને ધન પ્રાપ્ત થઈ શકે છે.

ઘરની છત કે દિવાલ પર કાળી કીડીઓ ચાલતી દેખાય તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. આ સિવાય જો તમારા ઘરની છત પર કોયલ મધુર સ્વરમાં બોલે તો સમજી લેજો કે ઘરના માલિકને લાભ થશે અને તેનું જીવન સુખી થશે. જો બિલાડી તમારા ઘરના આંગણ અથવા તો રૂમમાં તેના બચ્ચાને જન્મ આપે તો સમજી લેજો કે તમારા ઘરે લક્ષ્મીજી આવવાના છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top