ભાગેડુ માલ્યાએ 100 ટકા દેવાની ચૂકવણીનો ફરી આપ્યો પ્રસ્તાવ

ટ્વીટ કરી બેંકોના દેવાની ચૂકવણી કરવાની કરી વાત

ભાગેડુ દારૂના કારોબારી વિજય માલ્યાએ એકવાર ફરીથી ટ્વીટ કરી ભારતના સરકારી બેંકોમાંથી લીધેલા દેવાને 100 ટકા પરત આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. કિંગફિશર એરલાઈન્સના પૂર્વ માલિક 63 વર્ષીય લંડનના હાઈકોર્ટમાં બેંકો સાથે છેતરપીંડિ અને મની લૉન્ડ્રિંગના આરોપમાં ભારત પ્રત્યર્પિત કરવાનો કેસ લડી રહ્યો છે.

તેણે પોતાના ટ્વીટમાં નાણામંત્રી નિર્મલા સીતારમનના લોકસભામાં પાછલા સપ્તાહે આપવામાં આવલા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં તેઓએ કહ્યું હતું કે દેશમાં બિઝનેસના અસફળ કે નાકામ રહેવાને અભિશાપ ન માની શકાય.

આપણે તેમાંથી નિકળવાનો એક સન્માનજનક રસ્તો કે સમસ્યાનું સમાધાન આપવું જોઈએ. માલ્યાએ લખ્યું કે, નાણામંત્રીની આ ભાવના અંતર્ગત તેના 100 ટકા ચૂકવણીના પ્રસ્તાવને સ્વીકાર કરવામાં આવવો જોઈએ.

Share This:  

Recent Comments

Leave Comments

Top