અનોખુ ગામ જ્યાં જન્મે છે ખાલી દીકરીઓ

મેયર બોલ્યા, દીકરાને જન્મ આપો મળશે ઇનામ

શું તમે કોઇ એવાં ગામડાં વિશે સાંભળ્યું છે, કે જ્યાં ખાલી દીકરીઓ જ જન્મે છે. જી હાં, પોલેન્ડ અને ચેક રિપબ્લિકની સીમા પર એક એવું અનોખું ગામ વસેલું છે. જ્યાં ખાલી દીકરીઓ જ જન્મે છે. આ ગામમાં પાછલાં 9 વર્ષમાં કોઇ પણ દીકરાનો જન્મ થયો નથી. 

આ ગામનું નામ છે મિજેસ્કે ઓદ્રજેનસ્કી, અહિંયા છેલ્લી વાર વર્ષ 2010માં એક દીકરાંનો જન્મ થયો હતો, પરંતુ ત્યાર બાદ તે છોકરો અને તેના પરિવાર વાળાં ગામ છોડીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. અહિંયાની આબાદી હાલ 300 જેટલી છે. જેમાં છોકરીઓ અને મહિલાઓની સંખ્યા વધારે છે અને છોકરાઓ ન હોય તે પ્રમાણે ના છે. 
 
આ ગામમાં હાલતો સૌથી નાનો છોકરો છે અને તે 12 વર્ષ છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, અહિંયા છોકરીઓનો તો જન્મ થાય છે જ પરંતુ છોકરાઓ જન્મ દુલર્ભ છે. આ જ કારણ છે કે મેયર રેજમંડ ફ્રિશકોએ આ એલાન કર્યું છે કે જેના ઘરે દીકરાનો જન્મ થશે તેને ઇનામ આપવામાં આવશે. 

ગામ વાળાંના જણાવ્યા પ્રમાણે તેનું કારણ તેઓ નથી જાણતા કે આખરે ખાલી અહિંયા છોકરીઓ જ કેમ જન્મે છે. જોકે પોલેન્ડની રાજધાની વારસોના એક વિશ્વવિદ્યાલયનું આ રહસ્ય જાણવા માટે રિસર્ચ શરૂ કરી દીધું છે. 

વારસોમી મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર રફાલ પ્લોસ્કીનું કહેવું છે કે ગામમાં છોકરાંઓ જન્મતા નથી. આ અનોખી ઘટના તો છે જ, સાથે જ ઘણી ચિંતાની પણ વાત છે. તેમનું કહેવું છે કે આ રહસ્યને સુલઝાવું તે આસાન નથી. તેના માટે ગામના દરેક જૂના રેકોર્ડ જોવા પડશે. આ સિવાય છોકરીઓના માં બાપ વચ્ચે કોઇ પાછળનો સંબધ છે કે નહીં, અથવા તો તે દૂરના સંબંધીઓતો નથી ને, આ પણ જાણવાની જરૂરિયાત હશે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top