હવે એક યુનિવર્સિટીમાં નહીં હોય 100થી વધુ કોલેજ

વધારે કોલેજ હોવા પર બનશે અલગ યુનિવર્સિટી

હવે એક યુનિવર્સિટીમાં 100થી વધારે કોલેજ નહીં હોય. જો કોલેજોની સંખ્યા વધારે થશે તો તેના માટે અલગથી  યુનિવર્સિટીની રચના કરવામાં આવશે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ઉચ્ચ શિક્ષામાં ગુણવત્તા, આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સુધાર, શોધકાર્યોને વધારવા અને છાત્રોને વધુ સારી શિક્ષા તેમજ સુવિધા પ્રદાન કરાવવા માટે આ નીતિ તૈયાર કરવામાં આવી છે. 

જેના હેઠળ એક  યુનિવર્સિટીમાં ખાલી 100 કોલેજોને માન્યતા આપવાની યોજના છે. તેનો હેતુ  યુનિવર્સિટીઓ સહિત કોલેજોમાં વિભિન્ન યોજનાઓને અસરકારક રીતે લાગુ કરવું છે. જેને લઇને મંત્રાલયે રાજ્ય અને દેશની દરેક  યુનિવર્સિટીની સાથે આ યોજનાને બહાર પાડતાં સુઝાવ માંગવામાં આવ્યા છે. 

નીતિમાં રાજ્યો માટે મોડલ સ્ટેટ પબ્લિક યૂનિવર્સિટી એક્ટ બનાવવાની વાત કરવામાં આવી. જેના હેઠળ જો રાજ્ય યૂનિવર્સિટીનું ગઠન કરાય છે. તો કેન્દ્ર તેમાં આર્થિક મદદ કરશે. આ યૂનિવર્સિટી કોઇ પણ રાજ્યની ઉચ્ચ શિક્ષા વિભાગની સ્ટેટ કાઉન્સિલ હેઠળ ગઠિત થશે. જેમાં સ્ટેટ કાઉન્સિલને યૂનિવર્સિટીની રચના , કુલપતિ, શિક્ષકની પસંદગીમાં નિયમ બનાવવાનો અધિકાર હશે. 

માન્યતા આપવાના નિયમોમાં 
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક વિશ્વવિદ્યાલયમાં સો કોલેજોને માન્યતા આપવા માટે યૂજીસી એક્ટ હેઠળ માન્યતા નિયમોમાં બદલાવ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ જરૂરિયાતના આધાર પર નવી યુનિવર્સિટીઓની રચના કરવામાં આવશે. જો એવું નથી થઇ શકતું તો સો કરતા વધારે કોલેજો વાળી યુનિવર્સિટીમાં પ્રો વાઇસ ચાન્સેલની નિયુક્તિ કરવામાં આવશે. જેથી કુલપતિની સાથે કામકાજમાં મદદ કરી શકે. 

છત્રપતિ સાહૂજી મહારાજ યુનિવર્સિટી કાનપુરના કુલપતિ પ્રો નીલિમા ગુપ્તાએ કહ્યું કે કાનપુર યુનિવર્સિટીમાં 1100 માન્યતા કોલેજ છે. જોકે દરેક કોલેજ પર સીધી નજર રાખવામાં આવી રહી છે. સરકાર જો એક યુનિવર્સિટી હેઠળ 100 કોલેજોન માન્યતા આપવાનો નિયમ લાગુ કરે છે તો તેમાં વિદ્યાર્થીઓને વધારે સારૂં ભણતર પ્રાપ્ત થશે. આ પહેલાં યૂજીસી કમિટી સહિત ઘણી યુનિવર્સિટીઓએ મુદ્દા પર મંત્રાલય પાસે તે મામલે વાત કરવાની માંગ કરી હતી. 

Share This:  

Recent Comments

Leave Comments

Top