શ્રાવણ મહિનામાં ભરાય છે પ્રસિદ્ધ આ 5 મેળાઓ

દર્શન માટે દૂર-દૂરથી આવે છે ભક્તો

શ્રાવણ મહિનામાં શિવ ભક્તિનું ઘણુ મહત્વ હોય છે. આ મહિનામાં દરેક લોકો પોતાની ભક્તિથી ભોળાનાથને પ્રસન્ન કરે છે. ચાલો આપણે આ પવિત્ર માસમાં એવા કેટલાંક પ્રખ્યાત સ્થળો વિશે જાણીએ જ્યાં શ્રાવણ માસમાં મેળાઓ યોજાય છે. જેની એક ઝલક જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

હરિદ્રારનો શ્રાવણ મેળો 

શિવ ભક્તોને શ્રાવણમાસનો સૌથી મોટો મેળો હરિદ્રારમાં જોવા મળશે. હરિદ્વારને ભગવાન શિવનું ધામ પણ કહેવામાં આવે છે.  શ્રાવણમાસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો બમ-બમ ભોલેના જયકારા સાથે શિવમંદિરમાં મહાદેવને જળ અર્પણ કરે છે.

ઝારખંડના દેવઘરમાં શ્રાવણ મેળો

ઝારખંડના વૈદ્યનાથધામમાં દર વર્ષે શ્રાવણ મેળાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શિવના સૌથી મોટા મેળામાં દેવઘરનો શ્રાવણ મેળાનો પણ સમાવેશ થાય છે. કાવડયાત્રામાં સમાયેલ ભક્તો અહિંયા દર વર્ષે ભોળાનાથને જળાભિષેક કરવા આવે છે.  

કાશીનો શ્રાવણ મેળો

કાશી વિશ્વનાથને ભગવાન શિવનું બીજુ ઘર માનવામાં આવે છે. આ પ્રસિદ્ધ 12 જ્યોતિલીંગમાંથી એક છે. આ મંદિરમાં ઝૂલાનો શ્રંગાર જોવા માટે હજારો ભક્તો દર વર્ષે આવે છે. 
કાશી વિશ્વનાથની વિશેષતા એ છે કે અહીં ભગવાન વિશ્વનાથના દર્શન કરવા માટે 7 રસ્તાઓથી સ્ત્રીઓ ચાલતી આવે છે.

લખીમપુર મેળો

લખીમપુરને નાનુ કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. શ્રાવણ શરૂ થતા જ અહિંયા મેળો ભરાય છે. લખીમપુર ખાતે લાખોની સંખ્યામાં ભક્તો શ્રાવણમાસ દરમિયાન જળાભિષેક કરવા માટે ઉમટી પડે છે.  

સોમનાથ મંદિર, ગુજરાત

ઉતર ભારતની સરખામણીમાં ગુજરાતમાં શ્રાવણ મહિનો પહેલેથી શરૂ થઈ જાય છે. અહીંયા પ્રાચીન સોમનાથ શિવ મંદિરની ઘણી માન્યતાઓ છે. શ્રાવણ મહિનામાં સોમનાથનું મંદિર સવારે 4 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. શ્રાવણમાસમાં સામનાથદાદાના આશીર્વાદ લેવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top