આ રહસ્યમયી ખાડો છે નરકનો દ્વાર

આજ સુધી કોઇ માપી નથી શક્યું તેની ઉંડાઇ

દુનિયામાં એવી ઘણી અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે. જે લોકોને હેરાન કરી દે છે. એવી ઘણી રહસ્યમયી ઘટનાઓ ચેક રિપબ્લિકના હોઉસકા કૈસલમાં પણ ઘટે છે. કહેવામાં આવ્યું છે કે અહિંયા એક રહસ્યમયી ખાડો છે. જેની ઉંડાઇ આજ સુધી કોઇ માપી નથી શક્યું. એ પણ કહેવામાં આવે છે કે આ ખાડો એટલો ગહેરો છે. જે સીધો નર્ક સુધી જાય છે. 

હોઉસકા કૈસલને વર્ષ 1253થી લઇને 1278 વચ્ચે બનાવવામાં આવ્યું હતું. જોકે આ ઘરને બનાવવા પાછળ અહિંયા રહેનાર ગ્રામીણોનું એક હેતુ હતો કે તે રહસ્યમયી ખાડાંને ઢાંકી દેવો. જેની ઉંડાઇ અનંત છે. જેને નરકનો દ્વાર કહેવામાં આવે છે. 

સ્થાનિક લોકોનું માનવું છે કે સૂર્યાસ્ત બાદ આ રહસ્યમયી ખાડાંમાંથી ભયાનક જીવ નીકળતા હતા. કાળાં પાંખો વાળાં જે અડધાં માનવી હતા અને અડધાં જાનવર, જે આખાં દેશમાં ફરતાં હતા. 

આ રહસ્યમયી ખાડાં વિશે કહેવામાં આવે છે કે 13મી સદીમાં એક કેદી સામે એક શરત રાખવામાં આવી હતી કે તેની સજા માફ કરી દેવામાં આવશે. પરંતુ તેણે આ ખાડાંમાં જોઇને આવવું પડશે કે આ ખાડાંની ઉંડાઇ કેટલી છે. શરત માન્યા બાદ તેને બાંધીને તે અંધારા વાળાં ખાડામાં નીચે ઉતારવામાં આવ્યો પરંતુ થોડાંક જ સેક્ન્ડોમાં તેની બૂમો પાડવાની અવાજ સંભળાવવા લાગી. જ્યારે કેદીને બહાર નીકાળવામાં આવ્યો તો તે લગભગ વૃધ્ધ થઇ ગયો હતો. તેની ઉંમર સામાન્ય કરતાં વધારે વધી ગઇ હતી. 

હોઉસકા કૈસલની અંદર કામ કરનાર લોકો દાવો કરે છે કે તેમની બિલ્ડિંગની નીચેની ઇમારત પર અજીબો ગરીબ અવાજ સંભળાય છે. ઘણી વાર ફરવા આવનાર લોકોને પણ ચીંસો બૂમોની અવાજ સંભળાય છે. 
 

Share This:  

Recent Comments

Leave Comments

Top