ગૂગલના સીઇઓ પદ માટે નીકળી નોકરી

લિંકડિને તોડી 10 લાખ લોકોની અપેક્ષાઓ

ગૂગલમાં નોકરી કરવી લાખો યુવાનોનું સપનું હોય છે. એવામાં જો તે જ કંપનીના સીઇઓના પદ પર નોકરી માટે જાહેરાત સામે આવે તો, લોકોનું ખુશ થવું અને આશ્વર્યચકિત થવું જરૂરી છે. આવું જ થયું જ્યારે દુનિયાભરમાં નોકરી શોધવાની વેબસાઇટ એવી લિંકડિને એક નોટિસ જાહેર કરી છે. જેમાં ગૂગલ સીઇઓના પદ પર ભરતી કરવાની છે તેની જાહેરાત બહાર પડી છે. જેના માટે દુનિયાભરમાંથી આવેદન મંગાવવામાં આવ્યા હતા. દુનિયાભરમાંથી આશરે 10 લાખથી વધારે ઉમેદવારોએ આ પદ માટે આવેદન કર્યું છે. પરંતુ તેમનું સપનું તૂટી ગયું જ્યારે તેમને ખબર પડી કે આ પોસ્ટ ફેક છે. 

વર્તમાનમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ છે. સુંદર પિચાઇ પોતાનું પદ નથી છોડી રહ્યા, તો પછી તે પદ માટે નોકરી કેમની નીકળશે. આવો, તમને જણાવીએ કે તેની સત્યતા કેમની સામે આવી. 

પ્રોફેશનલ નેટવર્કિગ સાઇટ લિંકડિન પર 200 દેશોના આશરે 63 કરોડ રજિસ્ટર્ડ સદસ્યો છે. આ મોટી ભૂલને નેઘરલેન્ડના મિશેલ રિજેંડર્સે પકડી અને તેની સૂચના લિંકડિનની કંપની ઓનર માઇક્રોસોફ્ટને આપી. મિશેલે કહ્યું કે ગૂગલ સીઇઓમા પદ પર નોકરી સંબંધિત લિંકડિન પર પોસ્ટ છે. તે પણ ત્યારે કે જ્યારે સુંદર પિચાઇ ગૂગલમાં શ્રેષ્ઠ રીતે કામ કરી રહ્યાં છે. હાલ બીજી વાર ગૂગલ કંપનીને લાખો ડોલરનો નફો આપ્યો છે. આ ફરિયાદ પર લિંકડિનના મામલે તપાસ કરવામાં આવી અને જણાવ્યું કે સિક્યોરિટી બગને કારણે આ ખોટી નોટિફિકેશન પોસ્ટ થઇ ગઇ હતી.

લિકંડિને જણાવ્યું કે તેમણે કંપનીના પ્લેટફોર્મ પર હાજર બગ ફિક્સ કરી દીધું છે. આ બગને કારણે યૂઝર્સ કંપની દ્વારા જોબ પોસ્ટ કર્યા બાદ તેમાં એડિટ કરી શકો છો. બિઝનેસ પેજ પર કોઇ પણ કંપનીની અનુમતિ વગર કોઇ બીજુ જોબ પોસ્ટ નથી કરી શકતું. પરંતુ આ બગ માટે કોઇ પણ યૂઝરને લિંકડિનમાં હાજર કંપનીના બિઝનેસ પેજ પર જ્યારે જોબ પોસ્ટ કરવાની અનુમતિ આપી. ત્યાર બાદ ગૂગલ સીઇઓની જોબ પોસ્ટ થઇ ગઇ. ત્યાર બાદ યૂઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ જોબ ગૂગલ પર પોપઅપ થઇ. 

Share This:  

Recent Comments

Leave Comments

Top