બીલીપત્ર તોડતા પહેલા વાંચી લો તેના આ નિયમ

શિવલિંગ પર ચઢાવતી વખતે આ વાતનું રાખો ધ્યાન

શાત્રોમાં કહેવામાં આવ્યું છે કે બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવનું મસ્તિષ્ક શીતલ રહે છે. સાથે જ બીલીપત્ર તોડતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડે છે...

આ તિથિએ ન તોડો બિલીપત્ર

બીલીપત્ર તોડતી વખતે ભગવાન શિવનું ધ્યાન કરતા મનમા પ્રણામ કરવું જોઈએ. ચોથ, આઠમ, નોમ, ચતુર્દશી અને અમાવસ્યા તિથિ પર બીલીપત્ર ન તોડો. સાથે જ તિથિઓના સંક્રાંતિ કાલ અને સોમવારે પણ બીલીપત્ર ન તોડવા જોઈએ. બિલીપત્રને ક્યારેય ડાળી સહિત ન તોડવા જોઈએ. સાથે જ તેને ચઢાવતી વખતે ત્રણ પત્તાની જોડ તોડીન ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ.

બીલીપત્ર નથી થતા વાસી

બીલીપત્ર એક એવુ પાન છે જે ક્યારેય વાસી નથી થતું. ભગવાન શિવની પૂજામાં વિશેષ રીતે પ્રયોગ કરવાથી આ પાવન પત્ર વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બીલીપત્ર ઉપલબ્ધ ન હોય તો કોઈ બીજા દ્વારા ચઢાવવામાં આવેલા બીલીપત્રને પણ ધોઈને અનેક વાર પૂજામાં પ્રયોગ કરવામાં આવી શકે છે.

આ રીતે ચઢાઓ બીલીપત્ર

ભગવાન શિને હંમેશા ઉંધૂ બીલીપત્ર એટલી કે ચીકણી બાજુવાળો ભાગ સ્પર્શ કરાવતા ચઢાઓ. બીલપત્રને હંમેશા અનામિકા, અંગુઠા અને મધ્યમા આંગળીની મદદથી ચઢાઓ. શિવજીને બીલીપત્ર અર્પણ કરવાની સાથે જળની ધારા જરૂર ચઢાઓ. ધ્યાન રહે પત્તા કપાયેલા કે ફાટેલા ન હોય.

Share This:  

Recent Comments

Leave Comments

Top