Friendship Day 2019: જાણો ફ્રેન્ડશીપ ડેની શરૂઆત સૌપ્રથમ કોણે કરી

ઓગસ્ટ મહીનાના પહેલા રવિવારે જ કેમ ઉજવવામાં આવે છે ફ્રેન્ડશીપ ડે

ઓગસ્ટ મહીના ના પહેલા રવિવારે દર વર્ષે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આ ખાસ દિવસ 4 ઓગસ્ટે ઉજવવામાં આવશે. ફ્રેન્ડશીપ ડેની ઉજવણીની શરૂઆત પશ્ચિમ દેશોમાંથી થઈ છે. પરંતુ ભારતમાં છેલ્લા કેટલાંક સમયથી તે યુવાનોમાં લોકપ્રિય થઈ રહી છે.

લોકો આ દિવસે શુભેચ્છા કાર્ડ, સોશિયલ મીડિયા અને એસએમએસ દ્રારા એક-બીજાને શુભેચ્છાઓ આપે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આ દિવસની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ? આ દિવસને ફ્રેન્ડશીપના રૂપમાં સૌપ્રથમ કોણે ઉજવ્યો હશે ? 

તો ચાલો જાણીએ ફ્રેન્ડશીપ ડે ની શરૂઆત ક્યારે થઈ

વર્ષ 1930માં, એક વેપારીએ આ દિવસની શરૂઆત કરી. જોએસ હોલ નામના આ વેપારીએ એક દિવસ એવો રાખ્યો જે દિવસે બધા મિત્રો એકબીજાની સાથે મળીને ઉજવણી કરશે અને એક બીજાને કાર્ડ આપશે. આ વિશેષ દિવસની ઉજવણી માટે 2 ઓગસ્ટનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. યુરોપ અને એશિયાના ઘણા દેશોએ આ પરંપરાને ખૂબ જ વધારી અને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરતા રહ્યાં.

એક બીજો પણ ઇતિહાસ સાંભળવામાં આવે છે કે 20 જુલાઈ, 1958ના રોજ ડોક્ટર રમન આર્ટીમિયોને રાત્રીના ભોજન દરમિયાન તેના મિત્રો સાથે ફ્રેન્ડશિપ ડેની ઉજવણીનો કરવાનો વિચાર આપ્યો. આ ઘટના પેરાગ્વેની છે. આ પછી, વિશ્વમાં ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવાની પરંપરા પર ભાર મૂકવામાં આવ્યો. 

વર્લ્ડ ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવા માટે યુનાઇટેડ નેશન્સને 30 જુલાઇનો દિવસ રાખવાનું કહેવામાં આવ્યું. યુએનના જનરલ સેક્રેટરી કોફી અન્નાને વિન્નીને ફ્રેન્ડશીપ ડેના એમ્બેસેડર બનાવ્યા. આ રીતે 30 જુલાઈના દિવસે યુનાઇટેડ નેશન્સ ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરે છે. પરંતુ ભારત જેવા ઘણા દેશોએ ફ્રેન્ડશીપ ડેની ઉજવણી માટે ઓગસ્ટના પહેલા અઠવાડિયાની પસંદગી કરી હતી.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top