મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ આપ્યો સફળતાનો મહામંત્ર

જીવનમાં અમલ કરવાથી જરૂર મળશે સફળતા

આપણે હંમેશા વૃદ્ધો પાસેથી સાંભળતા આવ્યા છીએ કે ગીતા જીવનનો સાર છે. જો કોઈ વ્યક્તિએ ગીતાને પોતાના જીવનમાં ઉતારી લીધી તો તેનુ કલ્યાણ થઈ જાય છે. તે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી લે છે. ભગવાન શ્રીકૃષ્ણએ મહાભારતનુ યુદ્ધ શરૂ થતા પહેલા અર્જુનને થોડા ઉપદેશો આપ્યા હતા. જેને તમે તમારા જીવનમાં ઉતારી લો, તો તમને પણ તમારા જીવનમાં આવતી સમસ્યાઓનો ઉકેલ મળી જશે.

ક્રોધ પર નિયંત્રણ 
ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવતા કહ્યુ હતું કે, કેટલી પણ ખરાબ પરિસ્થિતિ હોય આપણે આપણા ગુસ્સાપર કાબૂ રાખવો જોઈએ. નહિતર ગુસ્સાથી મનુષ્યનુ પતન થઈ જાય છે અને તેને ખબર પણ નથી રહેતી.

જોવાનો નજરીયો
દરેક વ્યક્તિનો જોવાનો પોતાનો અલગ - અલગ નજરીયો હોય છે. જ્ઞાની વ્યકિત કર્મ અને જ્ઞાનને એકજ તરફથી જોવે છે. તે જ્ઞાન પ્રાપ્ત થવાની ઈચ્છાથી લોકોને જોવે છે.

મન પર કાબુ
જે વ્યક્તિ તેના મન પર નિયંત્રણ નથી રાખતો તેનુ આખું જીવન ખરાબ થઈ જાય છે. તમારા મનને નિયંત્રિત કરીને, તમે તમારા દુશ્મનને હરાવી શકો છો.

આત્મવિશ્વાસ
જો મનુષ્ય પોતાના પર વિશ્વાસ કરે તો તે તેના દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. કહેવાય છે વ્યક્તિ એવોજ બને છે જેવું તે વિચારે છે

અભ્યાસ જરુરી
કહેવાય છે કે જો તમે કોઈપણ કામમાં આગળ વધવા માગો છો તો તેના માટે તમે દરરોજ અભ્યાસ કરતા રહો. એક દિવસ સફળતા જરૂર મળશે.  મુશ્કેલથી મુશ્કેલ કામ અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top