શાસ્ત્રોમાં આ વસ્તુઓ ખોવાઈ જવાને માનવામાં આવે છે અપશુકન

જાણો, વ્યક્તિના જીવન પર કેવો પડે છે પ્રભાવ

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને ધાતુનું ઘણુજ મહત્વ હોય છે. કુંડલીમાં અશુભ ગ્રહોની ચાલને તમારા પક્ષમાં કરવા માટે અલગ- અલગ ધાતુની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. સોનુ આ ધાતુઓ માંથી એક હોય છે. સોનાને એક મોંઘી અને શુભ ધાતુ માનવામાં આવી છે. જ્યોતિષમાં સોનાં નો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે. શુભ કાર્યમાં સોનાની ખરીદીની પરંપરા છે. સોનાને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જ્યોતિષવિદ્યામાં સોનાનુ ઘરેણુ ગુમાવવું અને પ્રાપ્ત કરવું તે ખૂબ જ અપશુકન માનવામાં આવ્યું છે.

ચાલો આપણે જાણીએ કે કયાં ઘરેણા ગુમાવવાથી વ્યક્તિના જીવનમાં શું પ્રભાવ પડે છે.

- કાનનું ઘરેણુ ખોવાઈ જવાથી ખરાબ સમાચાર મળી શકે છે.
- નાકનું ઘરેણુ ખોવાઈ જવાથી બદનામીનો ડર રહે છે.
- ગળા માંથી સોનાની ચેંઈન અથવા ગળાનો હાર ખોવાઈ જવાથી માન-સન્માન અને સુખ-સુવિધામાં ઘટાડો થવા લાગે છે.
- બંગડી ખોવાઈ જવાથી જીવનમાં ગરીબીનો ડર લાગવા લાગે છે.
- વીંટી ખોવાઈ જવાથી સ્વાસ્થ્ય સંબધિત તમામ મુશ્કેલીઓ આવવા લાગે છે.
- પગની પાયલ ખોવાઈ જવા પર કોઈ પોતાનાંથી દૂર થવાની બીક લાગવા લાગે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top