હું એ કીડીની જેમ છું, જે વારંવાર પડે છે પણ હાર નથી માનતી

પ્રકુતિને અનુસાર ઢળવું જ પ્રકુતિ પર વિજય મેળવવો છે

હું પથ્થર પર કોતરવામાં આવેલી એક મૂર્તિ છું, જે કોઇ કોઇ જગ્યા પર છૂટી ગઇ હોય, અને એવી કે તે ખરાબ દેખાય છે. મારામાં કોઇ એવી જયોતની કસર રહી છે. હવે હું મારા આંતરિકમાં રહેલી વાતો વિશે જાણવા લાગ્યો છું અને હું લડી પણ રહ્યો છું.

આ ચિત્ર માત્ર જીવનના સમાપ્તિ પર જ પૂર્ણ કરી શકાય છે. તેથી હાર અને જીતના પરિણામની વાત હું નથી જાણતો. હવે તો પશ્ચાતાપના પ્રારંભિક વર્ષોની પ્રકૃતિ પણ બદલાઈ ગઈ છે. હું એ કીડીની જેમ છું, જે વારંવાર પડે છે પણ હાર નથી માનતી.

હાર જીતની બાજી એ આપણા પ્રાણોને ઉત્સાહીત કરીને લડાવે છે, પરંતુ હારથી હવે નિરાશ નથી થવાતુ,ફળની આશામાં મે સ્ફ્રુતિમાં કામ કર્યુ, સપનાઓ જોયા, જયારે મારી આશા ફળી નહીં ત્યારે હું નિરાશ થયો, વર્ષો સુધી આ જ રહ્યું.

 પરંતુ પછી કોઇ કામ પર નજર પડતી તો સંતોષ મળતો, કામ નહી કરીશ તો જીવીશ કઇ રીતે ? એટલા માટે શાંત છું પોતાની મોજમાં હવે ફળની આશા નથી રાખતો, લખવા અને વાંચવા માટેના સમયની વાત જ કઇંક અલગ છે.

હું હવે એ જાણવા લાગ્યો છુ કે પ્રકુતિને સમજીને તેના અનુસાર ઢળવું જ પ્રકુતિ પર વિજય મેળવવો છે.મારામાં મહત્વાકાંક્ષાઓની લાલી પણ ચમકે છે.

પરંતુ પૈસા કમાવવાની મહત્ત્વાકાંક્ષા નથી. સિદ્ધિ અને આદરનો હું વર્ષોથી ભૂખ્યો છું,સાચુ કહું તો બસ એક જ આશા છે કે લખતા લખતા કોઇ એવી વસ્તુ કલમમાંથી નીકળી જાય કે હુ કાયમ માટે દરેક વ્યકિતના દિલોમાં જગ્યા બનાવી લઉં.

-હિંદીના જાણીતા સાહિત્યકાર-અમૃતલાલ નાગર
 

Share This:  

Recent Comments

Leave Comments

Top