દરેક ખરાબ માણસ પાસે પણ સારું હૃદય હોય છે

દરેક દુશ્મનમાં મિત્ર બનવાની સંભાવના હોય છે: અબ્રાહમ લિકંન

માનનીય શ્રી, હું જાણું છું કે આ દુનિયાના બધા લોકો સારા અને પ્રામાણિક નથી. મારા પુત્રએ પણ આ વસ્તુ શીખવી પડશે. પણ હું ઇચ્છું છું કે તમે તેને કહો કે દરેક ખરાબ માણસ પાસે સારું હૃદય હોય છે. હું ઇચ્છું છું કે તમે તેને શીખવશો કે દરેક દુશ્મનમાં મિત્ર બનવાની સંભાવના પણ હોય છે.

મને ખબર છે કે આ વસ્તુઓ તેને શીખવામાં સમય લાગશે. પરંતુ તમે તેને શીખવશો કે મહેનતથી કમાયેલો 1 રુયિયો રસ્તા પર મળેલા પાંચ રૂપિયાની નોટ કરતાં વધુ મૂલ્યવાન છે. તમે તેને સમજાવજો કે બીજા માટે ઈર્ષ્યાની ભાવના ના લાવે. તે જ સમયે, ખુલ્લી રીતે હસતાં હોવા છતાં પણ શાંત વર્તન કરવું જરૂરી છે. હું આશા રાખું છું કે તમે તેને તે પણ સમજાવશો કે લોકોને ડરાવવુ,ધમકાવવું તે સારી વાત નથી. તેણે આ કામ કરવાથી દૂર રહેવું જોઈએ. તમે તેને પુસ્તકો વાંચવા માટે પણ કહો.

આ વાતો તેના માટે કામની છે. શાળાના દિવસોમાં તેને એ પણ શીખવું પડશે કે ચોરી કરીને પાસ થવા કરતા ફેલ થવું વધુ સારું છે. પોતાની કહેલી વાતો પર અડગ રહેવું તે હુનર તેનામા હોવુ જોઇએ. બીજા બધાની વાતો સાંભળીને, તેણે કામની જ વાતોની પસંદગી કરવી પડશે. સુખને  દુઃખમાં કેવી રીતે બદલી શકાય છે તે પણ તેને જણાવશો, તેને પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ બીજા પર નહીં. પછી જ તે એક સારો વ્યક્તિ બનશે.

અબ્રાહમ લિંકન દ્વારા તેના પુત્રના શિક્ષકને લખેલા પત્રનો એક ભાગ

Share This:  

Recent Comments

Leave Comments

Top