સાળંગરપુર: મંદિરમાં હનુમાનજીને સાંતાક્લોઝ જેવા કપડા પહેરાવાતા વિવાદ

હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી, મંદિરે તે કપડા દૂર કરવાની કરી કાર્યવાહી

સાળંગપુરઃ તાજેતરમાં જ પૂર્ણ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભગવાન હનુમાનજીની જાતિને લઇને ભારે વિવાદ થયો હતો. હનુમાનજીની જાતિને લઇને વિવાદ હજી શમ્યો નથી થયો ત્યાં ગુજરાતના પ્રસિદ્ધ હનુમાનજીના મંદિરમાં હનુમાનજીના વાઘાને લઇને વિવાદ ઉભો થયો છે. 

સારંગપુર ખાતે હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવી દેવામાં આવતા ભારે વિવાદ ઉભો થયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર શાંતાક્લોઝના કપડા પહેરેલી હનુમાનજીની તસવીરો ખૂબ વાયરલ કરવામાં આવી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ હનુમાનજી મંદિર ખાતે હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.

સાળંગપુર મંદિર કોઠારી વિવેકસાગર સ્વામીના જણાવ્યા પ્રમાણે, માટે ભગવાન હનુમાનજીની મૂર્તિને પણ ઠંડી ના લાગે તે માટે બોટાદના સુપસિધ્ધ સારંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીને શાંતાકલોઝના વાઘા પહેરાવવામાં આવ્યા હતાં. હનુમાનજીને લાલ રંગના ગરમ વસ્ત્રો પહેરાવાયા હતાં. જેમાં ટોપી પણ સામેલ છે. 

વસ્ત્રોના કિનારી પર સફેદ રંગની બોર્ડર છે. જેને સાંકળીને લોકો શાંતાક્લોઝ જેવા કપડા પહેરાવ્યા હોવાનું ગણાવી રહ્યા છે. મંદિરે શાંતાકલોઝના કપડા જેવા વાઘા પહેરાવતા હનુમાનજીના ફોટા વેબસાઈટ પર ઓનલાઈન મુકતાની સાથે હિન્દુ સંગઠનો હરકતમાં આવ્યા હતાં. હિંદુ સંગઠનોએ હનુમાનજીને પહેરાવવામા આવેલા આ વાઘાનો ભારે વિરોધ કર્યો હતો. આખરે મંદિરે તે કપડા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મંદિરના કહેવા પ્રમાણે, હાલમાં શિયાળો ચાલતો હોવાના કારણે ભગવાનને ગરમ કપડા પહેરાવવામાં આવે છે. એટલું જ નહી હાલમાં ધર્નુમાસ પણ ચાલી રહ્યો છે. ધનુર્માસ નિમિત્તે ઠાકોરજી સવારે વહેલાં ભણવાં જતા હોય છે. એટલે દરરોજ અલગ-અલગ કલરના વાઘા પહેરાવવામાં આવે છે. 

ભગવાનને એવો ભાવ વ્યક્ત કર્યો, કે ભગવાનને આજે ગરમ વાઘા પહેરાવી અને તેમના બાળ સખા મિત્રો સાથે રમવા માટે મોકલીએ. આ વાઘા અમેરિકામાં રહેલા ધરમભાઈ નામના એક હરિભક્તએ મોકલ્યા હતા. તેમને સારા ભાવથી વાઘા અર્પણ કર્યા છે. તેમને ત્યાંથી ગરમ વાઘા બનાવીને મોકલાવ્યા છે. દાદાને વાઘા દિવસમાં બે વખત બદલવામાં આવે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top