બોટાદઃ બૂટલેગર સાથે સાંઠગાંઠના કેસમાં PIની ધરપકડ

ઝાલાને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ કરાઈ માંગ

બોટાદઃ બોટાદ જિલ્લામાં બુટલેગરની મદદ કરવાના કેસમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર (પી.આઈ.)ની ધરપકડ કરાતાં ખળભળાટ મચી ગયો છે. ત્રણ મહિના પહેલાં પાળિયાદ પોલીસ સ્ટેશનની હદમાં  ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને લાખો રૂપિયાના દારૂ સાથે બૂટલેગરની ધરપકડ કરી હતી. 

આ કેસમાં પી.આઈ. એમ.એલ. ઝાલાની સંડોવણી હોવાનું જણાતા રેન્જ આઈ.જી. નરસિંહા કોમરે તેની સામે તપાસનો આદેશ આપ્યો હતો. આ તપાસ દરમિયાન પોલીસ અધિકારીની બૂટલેગર સાથે સાઠગાંઠ સાબિત થતાં તેમની શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી લેવાઈ હતી. ઝાલાને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આ ઘટનાની વિગતો અનુસાર બોટાદ લોકલ ક્રાઇમ બ્રાંચે ગત 16 સપ્ટેમ્બર, 2018ના રોજ રોજ પાળિયાદ પોલીસ સ્ટેશનની હદના વિસ્તારમાં વિદેશી દારૂનું કટીંગ ચાલતુ હોવાની પૂર્વ બાતમીના આધારે રેઇડ કરી રૂપિયા 2,093,552નો વિદેશી દારૂ, ત્રણ વાહનો, પાંચ મોબાઇલ મળી કુલ રૂપિયા 3,305,052ના મુદ્દામાલ સાથે મંગલગીરી હરીગીરી ગોસ્વામી (રહેઠાણઃ મોહનપાર્ક-2 પાછળ, જેતપુર રોડ, ગોંડલ, જી.રાજકોટ)ની ધરપકડ કરી હતી. તેની સામે પાળિયાદ પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરાવ્યો હતો.

આ કેસમાં અન્ય દસ બુટલેગરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમની પૂછપરછ દરમિયાન તે સમયે પાળિયાદ પોલીસ સ્ટેશનના ચાર્જમાં રહેલા પી.આઈ. એમ.એલ.ઝાલાનું નામ બહાર આવતા રેન્જ આઈ.જી. નરસિંહા કોમરે બોટાદ નાયબ પોલીસ અધિક્ષક ચૌહાણને તપાસ સોંપી હતી. 

ઝાલાની બદલી કરી લઇ સીપીઆ તરીકે મૂકી દેવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ઝાલાની બૂટલેગરો સાથેની સાઠગાંઠ હોવાનું બહાર આવતા સવારે 8.35 કલાકના સુમારે તેઓની ધરપકડ કરી લઇ બોટાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ અંગે કોમરે જણાવ્યું હતુ કે, વિદેશી દારૂ ઝડપાતા 10 શખસોની તે કેસમાં ધરપકડ કરાઇ હતી. તેઓની પુછપરછ દરમિયાન ઝાલાનો રોલ હોવાનું અને તેઓની સાંઠગાંઠ તેમજ બુટલેગરો સાથે સંકલન હોવાનું બહાર આવતાં તેઓ સામે કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની સામે ખાતાકીય અને લીગલ પગલા ભરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

Share This:  

Recent Comments

Leave Comments

Top