<p>MP: પ્રાર્થના કરું છું કે, રાજ્યની શાંતિને કોઈની નજર ના લાગે- શિવરાજસિંહ ચૌહાણ</p>

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જન આશિર્વાદ યાત્રામાં ખરગોન પહોંચ્યા હતા

જન મન ઈન્ડિયા- સંવાદદાતા   

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જન આશિર્વાદ યાત્રામાં ખરગોન પહોંચ્યા હતા. તેમણે અહી રેલીને સંબોધતા કહ્યું હતું કે, હું મધ્યપ્રદેશની જનતાને પ્રાર્થના કરવા માંગુ છું કે આપણા રાજ્યની શાંતિને કોઇની નજર ના લાગી જાય. તમામ લોકો માટે મારા દિલના દ્ધાર ખુલ્લા છે. તમામ લોકોની સેવા, તમામનો સાથ તમામનો વિકાસ એ મારા જીવનનો ધ્યેય છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top