છત્તીસગઢઃ 62 નક્સલીઓએ 51 હથિયાર સાથે કર્યું આત્મસમર્પણ

રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીનો પણ નક્સલીઓએ કર્યો બહિષ્કાર

છત્તીસગઢના નારાયણપુરમાં 62 નક્સલીઓએ 51 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. તમામ નક્સલીઓએ બસ્તરના આઈજી વિવેકાનંદ સિન્હા અને નારાયણપુરના એસપી જીતેન્દ્ર શુક્લાની સામે આત્મસમર્પણ કર્યું.

જાણકારી પ્રમાણે આત્મસમર્પણ બાદ નક્સલીઓએ કહ્યું કે અમે અમારા જીવનનો મહત્વપુર્ણ સમય ખોઈ બેઠા છીએ, હવે મુખ્ય પ્રવાહ સાથે જોડાઈને કામ કરવા માંગીએ છીએ. જણાવી દઈએ કે રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીનો નક્સલીઓએ બહિષ્કાર કર્યો છે. વિરોધ કરતા તેઓએ બેનરો પણ લગાવ્યા છે. 

જ્યારે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જે બે ગ્રામીણોને નક્સલીઓએ બીજાપુરના ગંગાલુરથી અપહરણ કર્યું હતુ તેમાંથી એકની હત્યા કરી દીધી છે. જ્યારે બીજા ગ્રામીણ સાથે માર-પીટ કરીને છીડી દીધો છે. હમણા નક્સલીઓએ ગ્રામીણો સાથે આ બધુ કર્યું છે કે નહીં, આ વાતની ખાતરી નથી થઈ શકી.

નક્સલીઓએ વિધાનસભા ચૂંટણીનો વિરોધ કરતા બીજાપુરના ભોપાલપટનમ બ્લોકમાં પોસ્ટર લગાવ્યા. પોસ્ટરોમાં તેઓએ ભાજપને હટાવવાની વાત કહી છે. તેની સાથે જ નક્સલીઓએ રાજનીતિક ઉમેદવારોના પોસ્ટર પર ક્રોસનું નિશાન પણ લગાવ્યું છે અને કહ્યું છે કે જે પણ વોટ માંગવા આવે તેને મારીને ભગાડી દો.

Share This:  

Recent Comments

Leave Comments

Top