જામનગર: રાજવી શત્રુશૈલ્યસિંહજીના સ્વાસ્થ્યમાં સુધાર, જાતે અફવાઓનું કર્યું ખંડન

સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ફેલાઈ હતી અફવાઓ

જામનગરઃ જામનગરના રાજવી જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીની તબિયત નાદુરસ્ત થતા તેમને મુંબઇની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેમની તબિયતના કારણે એક તરફ લોકોમાં ચિંતા છે તો બીજી તરફ સોશિયલ મીડિયામાં અફવાઓનો મારો પણ શરૂ થયો છે.

આ અફવાઓનું ખંડન કરવા જામસાહેબ શત્રુશૈલ્યસિંહે પોતે સોશિયલ મીડિયામાં મેસેજ મૂક્યો છે કે, મારી તબિયત સ્વસ્થ છે. નવાનગરના જામસાહેબ શત્રુશૈલ્યસિંહે સોશિયલ મીડિયામાં વીડિયો મેસેજ મૂકીને તેમની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું. આ વીડિયો મેસેજમાં શત્રુશૈલ્યસિંહે જણાવ્યું છે કે, જય માતાજી... જે કોઇ પણ મારી નાદુરસ્ત તબિયત અંગે ફિકર કરો છો તેમોન આભાર પરંતુ મારી તબિયત હવે સારી છે. ટૂંક સમયમાં હું મુંબઇથી જામનગર પરત ફરીશ. મારા માટે આપ દુઆ કરતા રહેજો.  

જામનગરના રાજવી શત્રુશૈલ્યસિંહ જાડેજા જામનગર (નવાનગર)ના રાજવી હોવા સાથે જાણીતા ક્રિકેટર પણ છે. શત્રુશૈલ્યસિંહજી મહારાજા ઓફ નવાગરનો ખિતાબ જેમની સાથે જોડાયેલો છે તેવી છેલ્લી વ્યક્તિ છે. રણજી ટ્રોફી જેમના નામથી રમાય છે તે મહાન ક્રિકેટર જામ રણજીતસિંહના પૌત્ર શત્રુશૈલ્યસિંહજીના પિતા જામ દિગ્વિજયસિંહ બ્રિટિશ આર્મીમાં હતા અને બીજા વિશ્વયુધ્ધમાં લડ્યા હતા. દિગ્વિજયસિંહ રણજીતસિંહના ભત્રીજા હતા પણ રણજીતસિંહે તેમને દત્તક લીધી હતા. દિગ્વિજયસિંહ પોતે પણ ક્રિકેટર હતા અને એક ફસ્ટ ક્લાસ મેચ રમ્યા હતા.

શત્રુશૈલ્યસિંહજીની ક્રિકેટ કારકિર્દી લાંબી હતી. શત્રુશૈલ્યસિંહજી સૌરાષ્ટ્ર વતી 29 ફસ્ટ ક્લાસ મેચો રમ્યા હતા. ફસ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી તેમણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે લાંબો સમય સુધી સેવાઓ આપી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top