અમદાવાદઃ અંજલી બ્રિજ નજીક અંદાજિત 1 કરોડના સોનાની લૂંટ

CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી

ગુરુવારે સાંજના સમયે મુંબઈથી આવેલા સોનાના વેપારીને અંજલી બ્રિજ નજીક અઢી કિલો સોનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ રફુચક્કર થઈ ગયા. એક્વિવા પર આવેલા લૂંટારુઓ અંદાજિત એક કરોડ રૂપિયા કરતા વધારેની કિંમતનું સોનું લૂંટી ફરાર થયાનું કહેવાઈ રહ્યું છે. 

આંગડીયા પેઢીઓની એનેક વખત લૂંટની ખબરો બાદ હવે સોનાના વેપારીઓની લૂંટના કારણે પોલીસની કામગીરી પર સવાલ પેદા થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, સોનું વેચવા માટે મુંબઈનો આ વેપારી અમદાવાદમાં આવ્યો હતો. સવારના 9 વાગ્યા આસપાસ નારોલ શાસ્ત્રીબ્રિજ ચોકી પાસે પોલીસે વેપારીને અટકાવી તેની તપાસ કરી હતી. જરૂરી દસ્તાવેજો રજુ કર્યા બાદ વેપારીને જવા દેવામાં આવ્યો હતો.   

ત્યાર બાદ જ્યારે આ વેપારી અંજલી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો તે વખતે અચાનક એક્ટિવા પર આવેલા 2 ઈસમોએ આ વેપારીને આંતર્યો અને તેની પાસે રહેલું સોનું લઈને રફુચક્કર થઈ ગયા હતા.

આ ઘટનાની ફરિયાદ બાદ પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લૂંટની ઘટનાની CCTVના આધારે વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.  

Share This:  

Recent Comments

Leave Comments

Top