અમદાવાદ સહિત રાજ્યમાં લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ

રાજ્યભરમાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો ચમકારો

અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજથી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. આજરોજ વહેલી સવારે ધૂમ્મસભર્યું વાતાવરણમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્યમાં દિવસભર ગરમાવા વચ્ચે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાય રહ્યો છે. 

રાજ્યમાં શિયાળાનો પ્રારંભ થઇ ગયેલો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. શિયાળાના પ્રારંભ સાથે મોટી સંખ્યામાં અમદાવાદીઓ કસરત કરતા તેમજ મોર્નિંગ વોક કરતાં નજરે પડ્યા હતા. 

અમદાવાદમાં આજરોજ વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં ધૂમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલીટી ઘટવાના કારણે વાહનચાલકોને તકલીફ પડી હતી. 

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા છે. જો કે આગામી દિવસમાં રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ધીરે-ધીર વધશે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top