આ સમયે દેખાશે કરવા ચોથનો ચંદ્ર, જાણો શુભ મુહુર્ત

ચતુર્થી તિથિનો આરંભ સાંજે 7.38 મિનિટે થશે

કરવા ચોથની તૈયારીઓમાં આજે મહિલાઓ ખુબજ વ્યસ્ત છે. મહિલાઓ આ દિવસે પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વ્રત રાખે છે. કરવા ચોથના દિવસે મહિલાઓ શ્રૃંગાર અને પૂજા-પાઠની તૈયારીમાં વ્યસત રહે છે. સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ધ્ય આપીને પતિના હાથે જળ ગ્રહણ કરશે.

પૂજાનું શુભ મુહૂર્ત- 5.40 મિનિટથી 6.50 મિનિટ સુધી

ચંદ્રોદયનો સમય- સાંજે 7.38 મિનિટ

ચંદ્રને અર્ધ્ય આપવાનું શુભ મુહૂર્ત- 7.55 મિનિટથી 8.19 મિનિટ સુધી

ચતુર્થી તિથિનો આરંભ- 27 ઓક્ટોબરે સાંજે 7.38 મિનિટથી

સમગ્ર દેશમાં લગભગ આ સમય પર ચંદ્રના દર્શન થશે. વ્રતમાં મહિલાઓ ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની સાથે કરવા માતાની પૂજા કરશે. વિવાહિત મહિલાઓ કરવા માતાની કથા સાંભળીને પોતાના પતિના હાથે પાણી પીને પોતાનું વ્રત ખોલશે. આ વખતે કરવા ચોથ પર વર્ષો પછી એક સાથે ઘણા શુભ સંયોગ બની રહ્યા છે.

આ વખતના કરવા ચોથ પર રાજયોગનું શુભ મુહુર્ત બની રહ્યુ છે. આ ઉપરાંત આ વખતે સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ પણ બનશે. તેની સાથે આ દિવસે ચંદ્રમા શુક્રની રાશી વૃષમાં રહેશે અને ગુરુની દૃષ્ટિ ચંદ્રમા પર હશે. જ્યોતિષ ગણનાના આધાર પર ઘણા શૂભ સંયોગના મેળથી આ વર્ષે કરવા ચોથ સૌભાગ્યશાળી અને ફળદાઈ રહેવાનું છે. આ વ્રતથી પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ બનશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top