સૌરાષ્ટ્રભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ

સરકાર પ્રત્યેક ખેડૂત પાસેથી ખરીદશે આટલા કિલો મગફળી

આજથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં વેકેશન સમાપ્ત થયું છે. ત્યારે આજે લાભ પાંચમના શુભ મહૂર્તે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે તેમજ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ભીડ જામી છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેને જણાવ્યું કે, સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ રૂ.1080 જાહેર કરવામાં આવ્યો છે. પ્રત્યેક ખેડૂતો પાસેથી સરકાર 2500 કિલો મગફળી ખરીદશે. સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં 11 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. 

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે સવારે માત્ર ત્રણ ખેડૂતો જ આવ્યા હતા. કમોસમી વરસાદને લઈને ખેડૂતો અને તંત્ર મૂજંવણમાં મૂકાયું છે. સાવરકુંડલમાં 3,168 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top