જામનગરઃ ડેન્ગ્યુના કહેર બાદ તંત્ર થયું દોડતું

જિલ્લા કલેકટર અને મ્યુનિ. કમિશનરે જી.જી હોસ્પિટલની લીધી મુલાકાત

જામનગરમાં લોકો રોગચાળાના અજગરી ભરડામાં સપડાઇ રહ્યાં છે. ત્યારે જિલ્લા કલેકટરે જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી હતી અને જી.જી.હોસ્પિટલના ડોકટર્સ તેમજ દર્દીઓ સાથે ચર્ચા કરી હતી. 
 
જામનગરમાં ડેન્ગ્યુના કહેર બાદ તંત્રએ દોટ માંડી છે અને રોગચાળા પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર રવિશંકર અને મ્યુનિસિપલ કમિશનરે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરે દર્દી અને તેમના પરિવારજનો સાથે સારવાર અંગે તથા તેમના ઘર અને આજુબાજુના વિસ્તાર અંગે ચર્ચાઓ કરી હતી. 
 
હોસ્પિટલની મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે ડેન્ગ્યુના પોઝિટિવ કેસ જે વિસ્તારમાંથી નોંધાયેલા છે, તેવા વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top