દ્વારકાથી ભાલકાતીર્થ સુધીની ભવ્ય ધર્મધ્વજ અને સુવર્ણશીખર રથયાત્રા

1100 કાર અને 3500 બાઈક સાથે નીકળી રથયાત્રા

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા ભાલકાતીર્થની પાવન ભૂમિ પર ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવ યોજાયો હતો. જેમાં આહીર સમાજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી ગુજરાત આહીર સમાજ, શ્રી સોમનાથ ટ્રસ્ટ, અને ભાલકા પૂર્ણિમા સમિતિનાં સંયુક્ત ઉપક્રમે તા. 10થી 13 ઓક્ટોબર સુધી ત્રિ-દિવસીય ભાલકેશ્વર મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજ દ્રારા ભગવાન શ્રીકૃષ્ણના નૂતન દેવાલય પર સુવર્ણ શિખરાર્પણ તથા તેમના પર પ્રથમ ધ્વજારોહણ, ધર્મઘ્વજ રથયાત્રા, નારાયણ યાગ, સત્યનારાયણ પૂજન, ભજન-સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના મંત્રી વાસણ આહીર, જવાહર ચાવડા સહીતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે આહીર સમાજ દ્વારા ખાસ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમી એવી દ્વારિકા નગરીથી મર્મભૂમી ભાલકાતીર્થ સુધીની ભવ્ય ધર્મધ્વજ રથયાત્રા યોજાઇ. આ રથયાત્રામાં ગુજરાતભરમાંથી આહીર સમાજના લોકો 1100થી વધુ કાર અને 3500થી વધુ બાઇક સાથે જોડાયા હતા.

Share This:  

Recent Comments

Leave Comments

Top