શાઓમીએ લોન્ચ કર્યો 10GB રેમ વાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન

જાણો તેની કિંમત સાથે ફીચર્સ વિશે

ચીનની સ્માર્ટફોન મેકર્સ કંપની શાઓમીએ દુનિયાનો પહેલો 10GB રેમ વાળો સ્માર્ટફોન Xiaomi Black Shark હેલો લોન્ચ કરી દીધો છે. શાઓમીએ આ ફોનને હમણા ચીનમાં લોન્ચ કર્યો છે. જણાવી દઈએ કે Xiaomi Black Shark હેલો, આ વર્ષે એપ્રીલમાં લોન્ચ થયેલા Xiaomi Black Sharkનું અપગ્રેડ વર્જન છે. 

Xiaomi Black Shark હેલોની ટક્કર રેજરફોન 2 સાથે થશે. આ ફોનની ખાસિયતની વાત કરીએ તો તેમાં લિક્વિડ કુલિંગ ટેક્નોલોજી છે જે ફોનને ગરમ નથી થવા દેતી અને તેમાં 10GB રેમ છે.

Xiaomi Black Shark હેલોની કિંમત

Xiaomi Black Shark હેલોની કિંમતની વાત કરીએ તો ચીનમાં આ ફોનના 6GB/128GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 3,199 ચીની યુઆન એટલે કે લગભગ 34,100 રૂપિયા છે, જ્યારે 10GB રેમ તેમજ 256GB સ્ટોરેજવાળા વિરિયંટની કિંમત 4199 ચીની યુઆન એટલે લગભગ 44,500 રૂપિયા છે. ચીનમાં તેનું વેચાણ 30 ઓક્ટોબરથી થશે.

Xiaomi Black Shark હેલોના સ્પેશિફિકેશન

આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ અને 6.01 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080X2160 પિક્સલ અને આસ્પોક્ટ રેશિયો 18:9 છે. Xiaomi Black Shark હેલોમાં ક્વોલકોમનું સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, ગ્રાફિક્સ માટે એડ્રેનો 630 GPU, 6GB, 8GB તેમજ 10GB રેમ અને 128 તેમજ 256GBનું સ્ટોરેજ મળશે.

ફોનના કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે જેમાં એક કેમેરા 12 મેગાપિક્સલનો અને બીજો 20 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રન્ટ કેમેરા પણ 20 મેગાપિક્સલનો છે. બંન્ને કેમેરાની સાથે ફ્લેશ લાઈટ મળશે. આ ફોનમાં 4000mAhની બેટરી છે જે ક્વિક ચાર્જ 3.0ને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, વાઈ-ફાઈ, બ્લુટુથ 5.0, જીપીએસ છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top