અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સર્જાઈ ખામી

પેસેન્જરોએ એરપોર્ટ પર મચાવ્યો હોબાળો


અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા રદ કરવામાં આવી હતી. જેને કારણે પેસેન્જરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો અને બીજી ફ્લાઇટની માંગ કરી હતી. 

અમદાવાદથી લંડન જવા માટે પેસેન્જરો રાત્રે જ એરપોર્ટ પર આવી ગયા હતા. પરંતુ એન્જિનિયરોએ ફ્લાઇટની તપાસ કરતા ટેકનિકલ ખામી જણાઈ હતી. આ ટેકનિકલ ખામી તત્કાલ દૂર ન થતા પેસેન્જરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો અને બીજી ફ્લાઇટની માંગ કરી હતી.

ખામી તાત્કાલિક દૂર ન થતા પેસેન્જરોને હોટલમાં ઉતારો આપ્યો હતો અને સાંજે મુંબઈ અને દિલ્હીની કનેક્ટીંગ ફ્લાઇટ દ્રારા 100 જેટલા પેસેન્જરોને મોકલી આપવામાં આવ્યા હતા.

Share This:  

Recent Comments

Leave Comments

Top