જામનગરઃ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની નોંધણી શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ

માર્કેટયાર્ડના ચેરમેનને કરાઈ રજૂઆત

જામનગર શહેર-જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે મંગળવારથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થવાની હતી. વહેલી સવારથી જ હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો ઓનલાઇન મગફળીની નોંધણી કરાવવા આવી પહોંચ્યા હતાં. પરંતુ કોઇ સરકારી કર્મચારી ન આવતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આ અંગે ખેડૂતો યાર્ડના ચેરમેન રાઘવજી પટેલ પાસે રજુઆત કરવા પહોંચ્યા હતાં. અધિકારીઓ દ્વારા બે કલાક મોડી નોંધણી અંતે હાથ ધરાઇ હતી.

જામનગર તાલુકાના ખેડૂતો આજે આધાર પુરાવા સાથે ટેકાના ભાવે સરકારની ખરીદી પ્રક્રિયા અંગે મગફળી નોંધાવવા પહોંચ્યા હતાં. પરંતુ સરકારના કોઇ કર્મચારી યાર્ડ ખાતે હાજર ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો અને ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનનું પોષણક્ષમ મૂલ્ય મળી રહે તે માટે સરકાર દ્રારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કરવા ઇચ્છતા ખેડૂતો ગ્રામ્યકક્ષાએ વીસીઇ એટલે કે ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિક મારફત ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા.1 ઓકટોબરથી કરાવી શકશે તેવું સરકાર દ્રારા નક્કી કરવામાં આવ્યું છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top