સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતો ભાદર ડેમ થયો ઓવરફ્લો

ડેમના 2 દરવાજા ખોલી છોડાયું પાણી

રાજકોટઃ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતો ભાદર ડેમ 4 વર્ષ પછી ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ભાદર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. 

ભાદર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ થતા ભાદર ડેમ 4 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. જેને કારણે ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને નિચાણવાળા 17 જેટલા ગામોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. 

નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, આજે ભાદર ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ડેમનો 15 અને 16 નંબરનો દરવાજો ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. 17 જેટલા ગામોના સરપંચને જાણ કરીને એલર્ટ રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, આત્યાર સુધીમાં ભાદર ડેમ 20 વખત ઓવરફ્લો થયો છે. ભાદર ડેમ છેલ્લે 2015માં ઓવરફ્લો થયો હતો. ત્યાર બાદ આજે 4 વર્ષ બાદ ઓવરફ્લો થયો છે. આ ડેમના નવા નીર ખેડૂતોને સિંચાઈ માટે મદદ રૂપ થશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top