ગુજરાત ATSએ 300 કરોડના ડ્રગ્સનો સૂત્રધાર કાશ્મીરથી ઝડપ્યો

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉતરતું ડ્રગ્સ ઉત્તર ગુજરાતના ઉંઝા પહોંચાડાતું હતું

ગાંધીનગરઃ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટિમે 300 કિલો ડ્રગ્સ કેસમાં મોટિ સફળતા મળી છે. ગુજરાત ATSની ટિમે આ કેસના સૂત્રધાર મનાતા મંજૂર અહમદ મીરની કાશ્મીરથી ધરપકડ કરી છે. મંજૂર અહમદ મીર આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત એટિએસની ટિમે કાશ્મીરના પડગામમાંથી તેને ઝડપી લીધો છે.

થોડા સમય પહેલાં સૌરાષ્ટ્રના સલાયા બંદરેથી 300 કિલો ડ્રગ્સ પકડાયું હતું. આ ડ્રગ્સ રેકેટનો મુખ્ય સુત્રધાર મંજૂર અહમદ મીર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મંજૂર અહમદ મીર ગુજરાતના દરિયાકાંઠે ઉતરતા ડ્રગ્સને દેશના અન્ય ભાગોમાં પહોંચાડવામાં કેન્દ્રસ્થાને હતો. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉતરતું ડ્રગ્સ ઉત્તર ગુજરાતના ઉંઝા પહોંચાડાતું હતું. 

ઉંઝાથી જીરૂ, ઈસબગુલ સહિતનાં કૃષિ ઉત્પાદનોની ટ્રકો પંજાબ મોકલાતી હતી. એ ટ્રકોમાં ડ્રગ્સ છૂપાવીને મીર ઉંઝાથી લઈને પંજાબ પહોંચાડતો હતો. મીર પોતાનું નેટવર્ક ગોઠવવા માટે ઉંઝા પણ અનેક વાર આવી ગયો હતો. સલાયા બંદરેથી ડ્રગસનો જંગી જથ્થો ઝડપાયો પછી મિર નાસતો ફરતો હતો. દરમિયાનમાં મીરના બે સાથી કાશ્મીરથી પકડાતાં પોલીસને તેનાં ઠેકાણાંની ખબર પડી હતી. તેના આધારે એટિએસની ટિમે તમામ સ્થળો પર વોચ ગોઠવી રાખી હતી.

દરમિયાનમાં ગજરાત ATS ટિમને બાતમી મળી હતી કે, મંજૂર અહમદ મીર જમ્મુ-કાશ્મીરના પડગામમાં સંતાયો છે. ATSની ટિમ હરકતમાં આવી ગઈ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે મળી મીને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધર્યું. 

મીર ભાગવા જતો હતો પણ એટિએસના હાથે ઝડપાઈ ગયો હતો. મીર સામે બીજા પણ ઘણા આરોપ છે. મર ભારતમાંથી પાકિસ્તાન રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. તેને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સીધા સંબંધ છે. તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેતો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top