પઠાણકોટ એરબેસ પર 8 અપાચે હેલીકૉપ્ટર કરાયા તૈનાત

વિંગ કમાન્ડર અભિનંદન આ દરમિયાન એક વાર ફરી મિગ-21 ઉડાડશે

પાકિસ્તાન સરહદ સાથે લગભગ 30 કિમીની દુરી પર સ્થિત પઠાણકોટ એરબેસ પર આજે ભારતીય વાયુસેનાના 8 અપાચે એએચ-64 ઈ હેલીકૉપ્ટર તૈનાત થઈ જશે. મંત્રોચ્ચારણ સાથે તૈનાતીની પ્રક્રિયા ચાલી રહી છે.

સૂત્રો અનુસાર, ત્રણ સપ્ટેમ્બર એટલે કે આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ પઠાણકોટ એરબેસમાં આ લડાકુ હેલીકૉપ્ટરની તૈનાતીના અવસરે હાજર રહેશે. વિંગ કમાન્ડર અભિનંદન આ દરમિયાન એક વાર ફરી મિગ-21 ઉડાડશે.

અપાચે તૈનાત કરવાનો નિર્ણય પઠાણકોટ એરબેસના રણનીતિક મહત્વને જોતા લેવામાં આવ્યો છે. પઠાણકોટમાં તૈનાત અપાચેના સ્ક્વાડ્રન કમાન્ડર ગ્રુપ કેપ્ટન એમ શાયલુ હશે. કહેવામાં આવી રહ્યું છે કે અપાચે દુનિયાના બહુ-ભૂમિકા લડાકુ હેલીકૉપ્ટરોમાંથી એક છે. તેને અમેરિકી સેના ઉપયોગ કરે છે. 

પઠાણકોટ એરબેસ પાકિસ્તાન સરહદના સૌથી નજીક છે. અનુચ્છેદ 370 હટાવાયા બાદ ભારત-પાકના વિવાદ વચ્ચે અપાચેને પઠાણકોટ એરબેસ પર તૈનાત કરવા રણનીતિનો ભાગ છે. તદ્દપરાંત વિભિન્ન મારક ક્ષમતાઓથી લેસ અપાચે એએચ-64 ઈ હેલીકૉપ્ટરથી ચીનની સરહદોને પણ કવર કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે, હાલ અપાચે અમિરિકા તેમજ ઈઝરાઈલી વાયુસેનાનો ભાગ છે. 30 એમએમ મશીન ગન અને એન્ટી ટેન્ક મિસાઈલથી લેસ છે. હેલીકૉપ્ટરમાં જમીની ટારગેટ ભેદનારા હાઈડ્રા અનગાઈડેડ રૉકેટ પણ છે જે દુશ્મનના વિસ્તારમાં 150 નૉટિકલ માઈલ પ્રતિ કલાકની રફ્તારથી ઉડવામાં સક્ષમ છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top