જાણો કપાળે તિલક કરવાના ફાયદા અને મહત્વ

હિન્દુ ધર્મમાં તિલક લગાવવાને મનાય છે ખુબ જ શુભ

આપણે ત્યાં દરેક શુભ કામમાં માથા પર તિલક લગાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તિલક લગાવવાને ખુબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે દિવસ પ્રમાણે અલગ-અલગ પ્રકારના તિલક લગાવવાથી અનેક ફાયદા થાય છે.

સોમવાર- આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના માટે અર્પિત છે. આ દિવસે સફેદ ચંદન લગાવવું વધારે ફાયદાકારક હોય છે.

મંગળવારે- મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ કહેવામાં આવે છે. હનુમાનજીનો પસંદગીનો રંગ લાલ છે. માટે આ દિવસે લાલ રંગના સિંદૂરનું તિલક ચમેલીના તેલમાં લગાવવાથી હનુમાનજીની કૃપા બની રહે છે. 

બુધવાર- બુધવારના દિવસને ગણપતિને એર્પિત કરવામાં આવ્યો છે. તેમને સંસારના પરમ પૂજ્ય દેવતા કહેવામાં આવ્યા છે. આ દિવસના સ્વામી બુધને મનાવવામાં આવ્યા છે. આ દિવસે સુકાયેલા સિંદૂરનું તિલક લગાવવામાં આવે છે. માટે ગણપતિજી ખુશ રહે છે.

ગુરુવાર- આ દિવસના સ્વામી ભગવાન બૃહસ્પતિ છે. ભગવાન બૃહસ્પતિનો પસંદગીનો રંગ પીળો છે. માટે આ દિવસે પીળા રંગનું તિલક લગાવવું શુભ માનવામાં આવે છે. જેનાથી તમને એશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

શુક્રવાર- શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે. આ દિવસ લક્ષ્મી પૂજા બાદ લાલ રંગના સિંદૂર કે તિલક લગાવવો જોઈએ. તેનાથી ખુબ જ લાભ થાય છે.

શનિવાર- શનિવારનો દિવસ ભૈરવ દેવતા અને શનિદેવનો દિવસ હોય છે. માટે આ દિવસ લાલ ચંદન કે પછી ભસ્મનું ચંદન લગાવું શુભ માનવામાં આવે છે.

રવિવાર- આ દિવસના સ્વામી સૂર્ય દેવતા છે. માટે આ દિવસે લાલ તિલક લગાવવું જોઈએ.

Share This:  

Recent Comments

Leave Comments

Top