કુલગૌડને મળ્યો ભારતના સૌથી વિકસિત ગામનો એવોર્ડ

7 હજારની જનસંખ્યાવાળા આ ગામમાં 5200 મતદાતા

કેન્દ્ર સરકારની અંત્યોદય યોજના અંતર્ગત દેશના સૌથી વિકસિત ગામનો એવોર્ડ કુલગૌડને મળ્યો છે. વિલેજ રેન્કિંગમાં 100માંથી 94 અંક મેળવનાર આ ગામ કર્ણાટકના બેલગામ જિલ્લામાં સ્થિત છે. ગામમાં રહેતા સુભાષ બેનાકપ્પા વંતાગોડી મૂળ ખેડૂત છે. તેમનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના 'મન કી બાત' માં ગામનું નામ બોલશે, કોને ખબર કે ગામની મુલાકાતે પણ આવે. 
  
ગામના અન્યલોકોને પણ આશા નહોતી કે કુલગૌડને નેશનલ એવોર્ડ મળશે. તેમનું કહેવુ છે કે તેમને લાગતું હતુ કે સીએમ તરફથી ગાંધી ગ્રામ એવોર્ડ મળશે. પણ તેમને આ વાતની કોઈ આશા નહોતી કે પ્રધાનમંત્રી તેમને દિલ્હીમાં એવોર્ડ આપશે. 

ઘટપ્રભા નદીના તટ પર સ્થિત આ ગામ સ્વચ્છ અને હર્યુભર્યુ છે. તેને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નાણાકીય સમાવેશ, મહિલા સશક્તિકરણ, સ્વાસ્થ્ય અને શિક્ષા સહીત 47 પેરામીટરમાં ઉચ્ચ સ્કોર મળ્યો છે. આ ઉપરાંત ગામમાં ખુબ સમૃદ્ધિ પણ છે. અહીં સારી રીતે સુવિધાઓથી સજ્જ ગ્રામ પંચાયતની ઓફીસ, બે નેશનલ બેંકની બ્રાંચ, એક કોઓપરેશન બેંક, બીએસએનએલ સેન્ટર, સરકારી પ્રાઈમરી સ્કૂલ, ત્રણ પ્રાઈવેટ સ્કૂલ, ઈલેક્ટ્રિસિટી કસ્ટમર કેર સેન્ટર, પશુ ચિકિત્સા હોસ્પિટલ અને એટીએમ પણ છે. 7 હજાર લોકોની જનસંખ્યાવાળા આ ગામમાં 5200 મતદાતા છે.
 
અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી છે. હાયર સેકન્ડરીના અભ્યાસ માટે જે બાળકો દૂર જાય છે તેમના માટે બસ સર્વિસ પણ છે. ગામના પંચાયત કાર્યકારી અધિકારીનું કહેવુ છે કે ગામ લોકોએ સ્વચ્છતા અભિયાનને પણ ગંભીરતાથી લીધુ છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top