Krishna Janmashtami 2019: આખરે કેમ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત છે ખાસ

આ દિવસે બને છે શુભ સંયોગ

હિંદૂ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એક તહેવારની જેમ મનાવવામાં આવે છે. પૂરા વિધિ વિધાનથી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ ઉત્સવની ધૂમ ન ખાલી ભારતમાં હોય છે પરંતુ વિદેશોમાં પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે. આ તહેવારને મનાવવાની શરૂઆત ઘણાં સમય પહેલાંથી કરી દેતાં હોય છે. જૂની કથાઓ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમી પર થયો હતો. આ વખતે જનમાષ્ટમી 23 ઓગસ્ટે ઉજવવામાં આવશે તો બીજી કેટલીક જગ્યાઓ પર 24 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આવો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીનું શું છે મહત્વ.

પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં અષ્ટમી તિથિમાં થયો હતો. આ દિવસે ચંદ્રમાં વૃષ રાશિ અને સૂર્ય સિંહ રાશિમાં હતો. એટલા માટે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પણ આ કાળમાં મનાવવામાં આવે છે. લોકો આખી રાત ગાતા-વગાડતા રહે છે. લોકો આ ખાસ દિવસ પર વ્રત રાખે છે અને પૂજા-પાઠ કરે છે. એવી માન્યતા છે કે આ તહેવારને ઉજવવા પર દરેક મનોકામનાઓ પૂરી થાય છે. જે લોકોનો ચંદ્રમાં નબળો હોય છે. તે લોકોએ આ દિવસે ખાસ પૂજા કરીને લાભની પ્રાપ્તિ કરી શકે છે. આ દિવસે પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિનો સંયોગ બને છે. 

શાસ્ત્રોમાં જન્માષ્ટમીને દરેક લોકો વ્રતનો રાજા એટલે કે વ્રતરાજા કહે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે ભગવાન કૃષ્ણને હિંચકે હિચોળવાનું ઘણું મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે કોઇ વ્યક્તિ પાલણાંમા ભગવાનને હિંચોળે તો તેની દરેક મનોકામનાઓ પૂરી થાય છે. લોકોમાં કૃષ્ણ ભગવાનને હિંચકે હિચોળવાનો ખૂબજ ઉત્સાહ રહે છે. 

ભારતની સાથે સાથે વિદેશોમાં પણ રહેનાર ભારતીય મૂળના લોકો જન્માષ્ટમીને પૂરી આસ્થા તેમજ ઉત્સાહની સાથે મનાવે છે. વિદેશોમાં પણ આ દિવસે અલગ અલગ પ્રકારના ભવ્ય આયોજનો કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર વ્રજની આખી નગરી મથુરા કૃષ્ણમય થઇ જાય છે. એટલાં માટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના તક પર મથુરાનગરી ભક્તિના રંગોમાં રંગાઇ જાય છે. 

જોકે તિથિ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદની અષ્ટમીની મધ્યરાત્રિએ થયો હતો એટલાં માટે ઘરો અને મંદિરોમાં મધ્યરાત્રિએ 12 વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. રાત્રિમાં જન્મ બાદ દૂધથી લડ્ડુ ગોપાલની મૂર્તિને સ્નાન કરાવ્યા બાદ નવા નવા કપડાં પહેરાવવામાં આવે છે અને તેમનો શ્રૃંગાર કરવામાં આવે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top