સૌથી વધારે ડાઉનલોડ સ્પીડ આપી રહ્યું છે jio 4g

એરટેલ સહિત બાકી કંપનીઓને પાછળ ધકેલી

જિયો 4જીએ ફરી એકવાર સ્પીડની દ્રષ્ટિએ જીત મેળવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઇના ડેટા અનુસાર, જુલાઇમાં Jio 4G ની સરેરાશ સ્પીડ 21 એમબીપીએસ રહી છે. જિયોએ સતત 19મા મહિને અન્ય તમામ કંપનીઓના મુકાબલે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

સાત મહિનાથી જિયો ટૉપ પર

ટ્રાઇ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર જુલાઈમાં જિઓ 4જીની સરેરાશ ડાઉનલોડ સ્પીડ એરટેલ કરતા બમણી અને વોડાફોન કરતા અઢી ગણી હતી. જ્યારે, જિઓ આ વર્ષના પ્રથમ સાત મહિનામાં ટોચ પર છે.

2018માં પણ જિયો હતું અવ્વલ

વર્ષ 2018માં પણ રિલાયન્સ જિયો સ્પીડની દ્રષ્ટિએ સૌથી ઝડપી 4જી ઓપરેટર હતુ. જિયોની 2018ના તમામ 12 મહિનામાં સૌથી વધુ 4જી સરેરાશ ડાઉનલોડ સ્પીડ હતી. જારી કરાયેલા ડેટા અનુસાર, ભારતી એરટેલની સરેરાશ સ્પીડ જૂનમાં 9.2 એમબીપીએસથી ઘટીને 8.8 એમબીપીએસ થઈ ગઈ છે.

આઈડિયા ત્રણ ગણું પાછળ

જ્યારે, વોડાફોન અને આઈડિયા સેલ્યુલર તેમના વ્યવસાયોને મર્જ કરી દીધા છે અને હવે વોડાફોન-આઇડિયા તરીકે કામ કરી રહ્યા છે. પરંતુ ટ્રાઇએ બંનેના આંકડા જુદા હોવાનું દર્શાવ્યું છે. આઈડિયા સ્પીડની વાત કરીએ તો રિલાયન્સ જીયો કરતા ત્રણ ગણા કરતા વધારે પાછળ રહી છે.

વોડાફોન નેટવર્કની સ્પીડમાં ઘટાડો

ટ્રાઇના ડેટા મુજબ, વોડાફોન નેટવર્કની સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ પણ રેકોર્ડ ઘટાડો નોંધવામાં આવ્યો છે. જુનમાં 7.9 એમબીપીએસની તુલનામાં જુલાઈમાં તે ઘટીને 7.7 એમબીપીએસ જ રહી ગઈ હતી. જ્યારે, આઈડિયાએ જુલાઇમાં થોડો સુધારો નોંધાવ્યો, હવે તેની સરેરાશ 4જી ડાઉનલોડ ગતિ 6.6 એમબીપીએસ સુધી વધી ગઈ છે.

અપલોડ સ્પીડ ચાર્ટમાં વોડાફોન આગળ

જુલાઈમાં 5.8 એમબીપીએસની સ્પીડ સાથે સરેરાશ 4જી અપલોડ સ્પીડ ચાર્ટમાં વોડાફોન ટોચ પર છે. જુલાઈમાં આઈડિયા અને એરટેલની સરેરાશ અપલોડ સ્પીડ અનુક્રમે 5.3 એમબીપીએસ અને 3.2 એમબીપીએસ હતી. બંનેએ સરેરાશ 4જી અપલોડ સ્પીડમાં થોડો ઘટાડો નોંધ્યો હતો. જ્યારે જિઓમાં સરેરાશ અપલોડ સ્પીડ 4.3 એમબીપીએસ સાથે સુધારો જોવા મળ્યો છે. ટ્રાઇ માયસ્પીડ એપ્લિકેશનની સહાયથી એકત્રિત કરેલા રીઅલ-ટાઇમ ડેટાના આધારે સરેરાશ ગતિની ગણતરી કરે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top