મહારાષ્ટ્રઃ બસ અને ટ્રકના ગમખ્વાર અકસ્માતમાં 15ના મોત, 35 ઘાયલ

ઘાયલોને ધૂલેની એક હોસ્પિટલમાં કરાયા દાખલ

મહારાષ્ટ્રના ધૂલેના નીમગુલ ગામે એક ભયંકર અકસ્માત થયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 35 લોકો ઘાયલ થયાં હતાં. રવિવારે રાત્રે 10.30 વાગ્યે આ ઘટના બની હતી. સોમવારે પોલીસે જણાવ્યું હતું કે કન્ટેનર ટ્રક સામેની દિશાથી આવી રહેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સાથે ટકરાઈ હતી. બસ ઔરંગાબાદ જઇ રહી હતી.

આ ઘટનામાં બંને ડ્રાઈવરો સહિત 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને ધૂલેની રાજ્યની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top