નવરાત્રી 2018: આઠમ, નોમના દિવસે કન્યા પૂજનમાં રાખો આ વાતનું ધ્યાન

જાણો કઈ રીતે કરશો કન્યા પૂજન, ધ્યાન અને પૂજાના મંત્ર

કન્યા શ્રૃષ્ટિસર્જન શ્રૃંખલાનું અંકુર હોય છે. તે પૃથ્વી પર પ્રકૃતિ સ્વરૂપમાં શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જેમ શ્વાસ લિધા વગર આત્મા નથી રહી શકતી, તેમ જ કન્યાઓ વગર આ શ્રૃષ્ટિની કલ્પના પણ ન કરી શકાય. કન્યા પ્રકૃતિ રૂપ જ છે એટલે કે તે સંમ્પૂર્ણ છે. 

માર્કન્ડેય પુરાણ અનુસાર શ્રૃષ્ટિ સર્જનમાં શક્તિ રૂપી નવદુર્ગા, વ્યસ્થાપક રૂપી 9 ગ્રહ, ચારે પુરુષાર્થ અપાવનારી 9 પ્રકારની ભક્તી જ સંસાર સંચાલનમાં પ્રમુખ ભૂમિકા નિભાવે છે. જે પ્રકારે કોઈ પણ દેવતાની મૂર્તિની પૂજા કરીને આપણે સંબંધિત દેવતાની કૃપા પ્રાપ્ત કરી લઈએ છીએ, તે પ્રકારે મનુષ્ય પ્રકૃતિ રૂપી કન્યાઓનું પૂજન કરીને સાક્ષાત ભગવતીની કૃપા પામી શકે છે.

સૌથી પહેલા કરો કન્યાનું પૂજન

દુર્ગા સપ્તશતીમાં કહેવામાં આવ્યુ છે કે "कुमारीं पूजयित्या तू ध्यात्वा देवीं सुरेश्वरीम्" એટલે કે દુર્ગાપૂજન પહેલા કુંવારી કન્યાનું પૂજન કર્યા બાદ જ માં દુર્ગાનું પૂજન કરો. ભક્તિભાવથી કરવામાં આવેલી એક વર્ષની કન્યા પૂજાથી એશ્વર્ય, બે વર્ષની કન્યા પૂજાથી ભોગ, ત્રણ વર્ષની કન્યા પૂજાથી ચારે પુરુષાર્થ, ચાર વર્ષની કન્યા પૂજાથી રાજ્ય સન્માન, પાંચ વર્ષની કન્યા પૂજાથી બુદ્ધિ-વિદ્યા, છ વર્ષની કન્યા પૂજાથી કાર્યસિદ્ધિ, સાત વર્ષની કન્યા પૂજાથી પરમપદ, આઠ વર્ષની કન્યા પૂજાથી અષ્ટલક્ષ્મી અને નવ વર્ષની કન્યા પૂજાથી તમામ એશ્વર્યની પ્રાપ્તી થાય છે.

પુરાણોના અનુસાર તેના ધ્યાન અને મંત્ર આ પ્રકારે છે

मंत्राक्षरमयीं लक्ष्मीं मातृणां रूपधारिणीम्। नवदुर्गात्मिकां साक्षात् कन्यामावाहयाम्यहम्।।
जगत्पूज्ये जगद्वन्द्ये सर्वशक्तिस्वरुपिणि। पूजां गृहाण कौमारि जगन्मातर्नमोस्तु ते।।

।। कुमार्य्यै नम:, त्रिमूर्त्यै नम:, कल्याण्यै नमं:, रोहिण्यै नम:, कालिकायै नम:, चण्डिकायै नम:, शाम्भव्यै नम:, दुगायै नम:, सुभद्रायै नम:।।

પૂજા વિધિ

કન્યાઓનું પૂજન કરતી વખતે પહેલા તેમના પગ ધોવો. ત્યાર બાદ પુનઃ પંચોપચાર વિધિથી પૂજન કરો અને તત્પશ્ચ્યાત સુમધુર ભોજન કરાવો અને પ્રદક્ષિણા કરીને યથા શક્તિ વસ્ત્ર, ફળ અને દક્ષિણા આપીને વિદાય કરો. આ પ્રકારે નવરાત્રીના મહાપર્વ પર કન્યાનું પૂજન કરીને ભક્ત માં ની કૃપા પામી શકે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top