દૂતી ચંદને મળ્યા વિઝા

યુરોપિયન દોડમાં ભાગ લેવા સરકાસ પાસે માંગી હતી મદદ

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થવા માટેની કવાયતના ભાગ રૂપે યુરોપની બે રેસમાં ભાગ લેવા માટે ભારતની ફેરાટા દોડવીર દુતી ચંદને શુક્રવારે વિઝા આપવામાં આવ્યા હતા. આ રમતવીરે વિદેશ પ્રધાન એસ જયશંકરને વિઝા મેળવવા માટે મદદ કરવા જણાવ્યું હતું. જેથી તે આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકે.

દુતીએ ટ્વિટર પર લખ્યું કે, હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમણે મારી વાત સાંભળી. વિદેશ મંત્રાલય, એસ. જયશંકર, રમત મંત્રાલય, કિરણ રિજિજુનો આભાર જેમણે મને વિઝા લેવામાં મદદ કરી. નવીન પટનાયકજીનો પણ આભાર. 

મહત્વનું છે કે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 100 મીની દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા ટ્રેક અને ફિલ્ડ ખેલાડી દુતીએ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ ફેડરેશન (આઈએએએફ) દ્વારા માન્ય 100 મી રેસની બે રેસમાં ભાગ લેવાની છે. આ રેસ આયર્લેન્ડમાં 13 ઓગસ્ટે અને જર્મનીમાં 19 ઓગસ્ટે યોજાવાની છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top