આ ગામમાં મનુષ્યથી લઇ પશુ સુધી દરેક છે આંધળા

હેરાન કરવા વાળું છે તેની પાછળનું કારણ

દુનિયામાં એવી ઘણી રહસ્યમયી જગ્યાઓ છે. જેના વિશે જાણીને લોકો હેરાન રહી જાય છે. એક એવું જ રહસ્યમયી ગામ છે મેક્સિકોમાં જેને આંધળાઓનું ગામ કહેવામાં આવે તો ખોટું નહી. કારણ કે અહિંયા માણસોથી લઇને પ્રાણીઓ પણ આંધળા થઇ જાય છે. તેની પાછળ એક ઉંડુ રહસ્ય છૂપાયેલું છે. 

આ ગામનું નામ છે ટિલ્ટેપચ, મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ ગામમા જોપોટેક જનજાતિના લોકો રહે છે. કહેવાય છે કે અહિંયા જન્મના સમયે બાળકો બિલકુલ સ્વસ્થ હોય છે, પરંતુ તેનાં થોડાંક દિવસો બાદ જ તેમની આંખોની રોશની ચાલી જાય છે. એટલે કે આંધાળા થઇ જાય છે. 

આ ગામમા રહેવા વાળાં લોકો પોતાના આંધળા પણાનું કારણ એક શાપિત વૃક્ષને માને છે. તેમનું માનવું છે કે લાવજુએલા નામનું એક વૃક્ષ જોયા બાદ અહિંયા માણસથી લઇને પશુ પક્ષીઓ દરેક આંધળા થઇ જાય છે. 

જોકે વૈજ્ઞાનિકોનું માનવું છે કે લોકોના આંધળાપણાની પાછળ કોઇ વૃક્ષ નહીં, પરંતુ એક ખતરનાક અને ઝહેરીલી માખી છે. ખાસ પ્રકારની આ ઝેહરીલી માખી કરડતાં જ લોકોની આંખોની રોશની ચાલી જાય છે. 

આ ગામમાં આશરે 70 ઝૂંપડીઓ છે. જેમાં આશરે 300 લોગ રહે છે. ખાસ વાત તો એ છે કે અહિંયા કોઇના ઘરોમાં દરવાજાં નથી હોતા. જોકે માનવામાં આવે છે કે અહિંયા કેટલાંક લોકોના આંખોની રોશની એકદમ બરાબર છે. જેના કારણે બાકીના લોકો અહિંયા રહી શકે છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top