VIDEO: ગધેડાંએ માલિક સાથે મેળવ્યા સુરથી સુર

વીડિયો જોઇને સોશિયલ મીડિયા થયું હેરાન

તમે ક્યારેય ગધેડાંને ગાતા કે જોયા સાંભળ્યો છે? જો નહીં તો તમે આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો, જે સોશ્યલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગધેડો કેવી રીતે તેના માલિક સાથે સુરથી સુર મળાવી રહ્યો છે. 

આ વીડિયો છેલ્લા અઠવાડિયાનો છે, યુએસના સાઉથ કેરોલિનામાં રહેતા ટ્રેવિસ કિનાલેએ તેના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટ્રેવિસ એક ઘોડા અને ગધેડાં સાથે જોવા મળી રહ્યો છે.  તે 'ધ લાયન કિંગ' નું ગીત ગાવાનું શરૂ કરે છે, તેની સાથે તેનો ગધેડો પણ ગાવાનું શરૂ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અનોખો ગધેડો અગાઉ નાથન નામના વ્યક્તિ પાસે હતો. પરંતુ તે તેને ખૂબ જ ત્રાસ આપતો હતો, તેથી તેણે આ ગધેડાંને ટ્રેવિસને $ 100 એટલે કે 7000 માં વેચી દીધો. હવે ટ્રેવિસને તેણે પોતાનો અલગ જ અંદાજ બતાવ્યોછે. ગધેડાની પ્રતિભાએ અત્યાર સુધીમાં 37 લાખ લોકોને જોઇ ચૂક્યા છે.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top