CM પર્રિકરને એર એમ્બુલન્સ મારફતે લઇ જવાયા ગોવા

AIMSના ડોક્ટરોએ સ્વાસ્થ્યમાં સુધારો જોતા આપી રજાઃ સૂત્રો


પણજીઃ ગોવામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે લગભગ એક મહિના સુધી દિલ્હીના એઇમ્સમાં ભરતી ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને ગોવામાં શિફ્ટ કરાયા છે. પર્રિકરને એઇમ્સમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 

એઇમ્સના સૂત્રોના મતે રવિવારે સવારે તેમની હાલત ખરાબ હોવાના કારણે થોડા સમય માટે તેમને આઇસીયૂમાં રાખવામાં આવ્યા હતા.સૂત્રોના મતે એઇમ્સના ડોક્ટરોએ તેમની સ્થિતિમાં સુધારો જોતા તેમને રજા આપી હતી. એઇમ્સમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ગોવામાં તેમની સારવાર ચાલશે.

સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીએમ ઓફિસે ગોવા મેડિકલ કોલેજ ઓથોરિટીને નિર્દેશ આપ્યા હતા. આ અગાઉ પર્રિકરે કેબિનેટ મંત્રીઓ સાથે મંત્રાલયના કામકાજને લઇને એઇમ્સમાં બેઠક કરી હતી. 

કેન્સરથી પીડાતા પર્રિકરને 15 સપ્ટેમ્બરે દિલ્લીની એઇમ્સમાં દાખલ કરાયા હતા. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીના કહેવા પ્રમાણે, ગોવા પાછા ફર્યા બાદ પર્રિકર પણજીમાં પોતાના અંગત આવાસમાં રહેશે. તે સિવાય પર્રિકરે બીજેપી ગોવાના સંગઠનની કોર કમિટિના સભ્યો અને ગઠબંધન સહયોગી દળોના મંત્રીઓ સાથે એઇમ્સમાં મુલાકાત કરી હતી. 

જોકે, પર્રિકર સાથે અલગ મુલાકાત કરનારા બીજેપી અને તેમના સહયોગી પાર્ટીના નેતાઓએ રાજ્યમાં નેતૃત્વમાં કોઇ પણ પ્રકારના બદલાવનો ઇનકાર કર્યો છે. પર્રિકર ફેબ્રુઆરીથી બીમાર છે અને ગોવા, અમેરિકા અને મુંબઇમાં તેમની સારવાર ચાલી હતી. 

Share This:  

Recent Comments

Leave Comments

Top