ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરના અંગત સચિવ તરીકે દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરા વર્ષ 2006 બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. જ્યારે 5 વર્ષ બાદ રવીકુમારની નિયુક્તિ થઇ છે.
1985 બેચના આઇએએ અધિકારી અતનુ ચક્રવર્તીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.
ગુજરાત કેડરના અને 1986 બેચના આઇએએસ અધિકારી ગુરૂપ્રસાદ મહાપાત્ર કે જેઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાન ચેરમેન હતા તેમને કોમર્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડમાં સેક્રેટરી બનાવવામાં આવ્યા હતાં.
તાજેતરમાં જ જે ઓફિસરનું એમ્પેલન્ડ થયું હતું અને પોસ્ટીંગ બાકી હતું તેવા ગુજરાત કેડરના 1986 બેચના આઇએએસ અધિકારી પીડી વાઘેલાને ફાર્માસ્યુટીકલ વિભાગના સેક્રેટરી પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ હવે 2006 બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી રવીકુમાર અરોરાની કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરના અંગત સચિવ તરીકે દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે.
Share This: |
Recent Comments