J&Kમાં પાછલા 6 મહિનામાં 82 ટકા આતંકીઓનો ખાતમોઃ રિપોર્ટ

2019માં નવા આતંકીઓની ભરતીમાં કોઈ કમી નહીં

જમ્મુ કાશ્મીરમાં અડધુ વર્ષ વીત્યા બાદ અત્યાર સુધી 121 આતંકીને ઠાર મારવામાં આવી ચૂક્યાં છે જેમાંથી 21 પાકિસ્તાન મૂળના છે. અર્થાત કુલ માર્યા ગયેલા આતંકીઓમાંથી 82 ટકા આતંકી ફક્ત કાશ્મીર ઘાટીના જ હતા. તેમાંથી મોટાભાગની અથડામણ દક્ષિમી કાશ્મીરમાં થઈ જેમાં 36 આતંકી પુલવામા, 34 આતંકી શોપિયા અને 16 આતંકી અનંતનાગના માર્યા ગયા.

ઉલ્લેખનીય છે વર્ષ 2019માં પણ કાશ્મીરી યુવાઓના આતંકી સંગઠનો સાથે જોડાયાના આંકડામાં ઘટાડો નથી થયો. એક અંગ્રેજી અખબાર પ્રમાણે વર્ષ 2019માં નવા આતંકીઓની ભરતીમાં કોઈ કમી નથી આવી. આ સિલસિલો સતત યથાવત છે અને અત્યાર સુધીમાં 76 યુવા બંધૂક ઉઠાવી ચૂક્યા છે જેમાં 39 હિઝબુસ મુઝાહિદ્ધીન અને 21 જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયા છે.

તેમાં મોટાભાદના દક્ષિણી કાશ્મીર યુવા સામેલ છે. નવા આતંકીઓમાં 20 પુલવામા, 15 શોપિયા, 13 અનંતનાગ અને કેટલાક યુવા કુલગામમાંથી પણ છે. આ તમામ જાન્યુઆરીથી લઈ જૂન વચ્ચે આતંકી સંગઠનો સાથે જોડાયા. રાજ્યમાં ફેલાયેલા આતંકીના આંકડાઓની આ જાણકારી સરકારી દસ્તાવેજોમાં રહેલી છે. એવામાં એવું કહેવું બિલકુલ ખોટુ નહીં હોય કે દક્ષિણી કાશ્મીરમાં આતંક ચરમ પર છે અને ત્યાં ના સ્થાનીક યુવા બંધૂક ઉઠાવી રહ્યા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top