આજે દુર્ગાના ત્રીજા સ્વરૂપ ચંન્દ્રઘંટાની કરો પૂજા, મનોકામના થશે પુરી

આજે નવરાત્રીનો ત્રીજો દિવસ, આ રીતે પૂજા કરવાથી થશે લાભ

માં ચંન્દ્રઘંટા દુર્ગાનું ત્રીજુ સ્વરૂપ છે. તૃતીય નવરાત્રીના દિવસે માં દુર્ગાના આ સ્વરૂપનું પૂજન થાય છે. તેમના લલાટ પર અર્ધચંદ્ર આકારનું નિશાન હોવાને કારણે પણ તેમને ચંન્દ્રઘંટા કહેવામાં આવે છે. આ દિવસે સાધકનું મન મણિ પૂર્ણ ચક્રમાં પ્રવિષ્ટ થાય છે, આ દિવસે વિધિવત રીતે માં ચંન્દ્રઘંટાનું પૂજન કરવાથી સાધકને અલૌકિક વસ્તુઓના દર્શનની અનુભૂતિ થાય છે. માં ચંન્દ્રઘંટાની પૂજા- અર્ચનાથી સાધકમાં વીરતા-નિર્ભરતા સાથે જ સૌમ્યતા તેમજ વિનમ્રતાનો વિકાસ થાય છે.

પૂજન વિધિ

સૌપ્રથમ સ્નાન કરી લો ત્યાર બાદ લાલ કે પીળા વસ્ત્ર ધારણ કરો પછી ચૌકી પર માતા ચંન્દ્રઘંટાની પ્રતિમાં સ્થાપિત કરો. ત્યાર બાદ ધૂપ-દીપ વગેરે પ્રજ્વલિત કરી કળશ વગેરેનું પૂજન કરો. તમામ દેવી દેવતાઓનું આચમન કરો અને પછી કંકુ-હળદર વગેરે, અક્ષત અને લાલ જાસુદના ફુલથી માતા ચંન્દ્રઘંટાની પૂજા કરો અને વંદના મંત્રનું ઉચ્ચારણ કરો અને માં નુ ધ્યાન ધરો. માં ચન્દ્રઘંટાને ગાયના દૂધથી બનેલા પંચામૃતનો ભોગ લગાવો અને સ્ત્રોત પાઠ પણ કરો. તત્પશ્ચાત પ્રસાદ વિતરણ કરો પૂજન સંપન્ન કરો. 

વંદના મંત્ર

-पिण्डज प्रवरारूढ़ा चण्डकोपास्त्रकैर्युता |
-प्रसादं तनुते महयं चन्द्रघण्टेति विश्रुता।


ધ્યાન

-वन्दे वांछित लाभाय चन्द्रार्धकृत शेखरम्।
-सिंहारूढा चंद्रघंटा यशस्वनीम्॥
-मणिपुर स्थितां तृतीय दुर्गा त्रिनेत्राम्।
-खंग, गदा, त्रिशूल,चापशर,पदम कमण्डलु माला वराभीतकराम्॥
-पटाम्बर परिधानां मृदुहास्या नानालंकार भूषिताम्।
-मंजीर हार केयूर,किंकिणि, रत्नकुण्डल मण्डिताम॥
-प्रफुल्ल वंदना बिबाधारा कांत कपोलां तुगं कुचाम्।
-कमनीयां लावाण्यां क्षीणकटि नितम्बनीम्॥


સ્તોત્ર પાઠ

-आपदुध्दारिणी त्वंहि आद्या शक्तिः शुभपराम्।
-अणिमादि सिध्दिदात्री चंद्रघटा प्रणमाभ्यम्॥
-चन्द्रमुखी इष्ट दात्री इष्टं मन्त्र स्वरूपणीम्।
-धनदात्री, आनन्ददात्री चन्द्रघंटे प्रणमाभ्यहम्॥
-नानारूपधारिणी इच्छानयी ऐश्वर्यदायनीम्।
-सौभाग्यारोग्यदायिनी चंद्रघंटप्रणमाभ्यहम्॥

આજના દિવસે આ ઉપાયથી થશે સમસ્યાઓ દૂર

આજ માં ની પૂજા વિધિવત કરવાની પહેલા પોતાના ઘરના મંદિરમાં નાની-નાની 11 ઘંટડીઓ લટકાવો તેમજ આ તમામને નિયમિત રૂપથી 21 દિવસો સુધી વગાડો. ઘરમાં જો દુષ્ટ આત્માઓનો વાસ છે, તો તેમનો વિનાશ થશે અને માં ચંન્દ્રઘંટાની કૃપાથી સમ્પૂર્ણ વાતાવરણ શુદ્ધ થઈ જશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top