30 હજાર પક્ષીઓના જીવ બચાવવા ચીને અપનાવી અનોખી પધ્ધતિ

જાણીને તમે પણ રહી જશો દંગ

દુનિયાભરમાં નવી નવી ટેકનીકથી ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. પરંતુ આ વિકાસની ખરાબ અસર પશુ પક્ષીઓ પર પડે છે. જોકે ઘણાં દેશોમાં જીવજંતુઓની સાર સંભાળ પણ રાખવામાં આવે છે. એને જોતા ચીનની ગુઆંગદોંગ પ્રાતના જિઆંગમેનમાં દુનિયાની પહેલી હાઇ સ્પીડ રેલ નોઇઝ બેરિયર બનાવવામાં આવી છે. 

આખા બેરિયરની લંબાઇ બે કિલોમીટર છે. આ બેરિયરને 355 કિલોમીટર લાંબા જિઆંગમેન-ઝાંજિઆંગ હાઇ સ્પીડ રેલવે ટ્રેક પર તૈયાર કરવામાં આવ્યો છે. જોકે આ બેરિયરને તૈયાર કરવાનો ઉદ્દેશ 30,000 પક્ષીઓને બચાવવાનો છે. રેલ નોઇઝ બેરિયરથી વેટલેન્ડ વચ્ચેનું અંતર 800 મીટર છે. અહીંયા એક નાનો ટાપુ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં એક વિશાળ વડનું વૃક્ષ હાજર છે જેના પર હજારો પક્ષીઓના માળાં બનાવેલાં છે.

જ્યારે તેની નજીક ટ્રેક બનાવવાની તૈયારી થઇ રહી હતી લોકોએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે રેલગાડીઓનો અવાજ પક્ષીઓ માટે જોખમ છે. જેનો ઉકેલ નિકાળવામાં આવ્યો. આ બેરિયરને તૈયાર કરવામાં ત્રણ વર્ષ લાગ્યો અને 192 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 

ત્રણ વર્ષમાં બનેલા આ હાઇ સ્પીડ રેલ નોઇઝ બેરિયરમાં 42260 નોઇસ એબ્જોવર્સ લગાવવામાં આવ્યા છે. તેને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે લાંબા સમય સુધી ટકી રહે. ટેકનીકલ વિશેષજ્ઞો પ્રમાણે આ બેરિયરની ઉંમર 100 વર્ષની છે. આના પર ચક્રવાતની પણ અસર નહીં થાય. 

શોધકર્તા આનાથી આવેલ બદલાવોને જાણવા માટે વેટલેન્ડની પાસે બનેલ ટ્રેક પર ગયાં. તેમણે જોયું કે બેરિયર એટલું કારગર નીવડ્યું છે કે તેનાથી રેલગાડીઓના અવાજને 0.2 ડેસીમલ સુધી સિમીત કરી દીધી હતી. 

Share This:  

Recent Comments

Leave Comments

Top