મુંબઈ પોલીસે દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાન કાસકરની કરી ધરપકડ

એરપોર્ટ પરથી છટકવાની તૈયારીમાં હતો ત્યારે ક્રાઈબ્રાન્ચે દબોચી લીધો

મુંબઈ પોલીસે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાનની ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસે તેને ખંડણીના એક મામલે ધરપકડ કરવામાં આવી છે. રિઝવાન કાસકર ઈકબાલ કાસકરનો દીકરો છે. ક્રાઈમ બ્રાન્ચે તેને મુંબઈ હવાઈ મથકેથી તે સમયે ધરપકડ કરી જ્યારે તે ભાગવાની તૈયારીમાં હતો. 

રિઝવાન કાસકરની પોલીસે બુધવારે રાત્રે ધરપકડ કરી. કાસકરના પિતા આ સમયે ઠાણે જેલમાં બંધ છે. ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બે દિવસ પહેલા મુંબઈ પોલીસની એન્ટી એક્સટૉર્શન સેલે વસૂલીના મામલે અહમદ રજા વઢારિયાની ધરપકડ કરી હતી. તે ઈબ્રાહિમની ગેંગના સભ્ય ફહીમ મચમચની નજીક હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top