રશિયાઃ કૈસ્પિયન સાગરમાં મળી 1700 વર્ષ જૂની બિલ્ડિંગ

વૈજ્ઞાનિકોએ કહ્યું- હોઈ શકે છે સૌથી પ્રાચીન ચર્ચ

લંડન વૈજ્ઞાનિક મ્યૂઓન રેડિયોગ્રાફીની મદદથી રુસી શહેર ડબેંટની પાસે કેસ્પિયન સાગરમાંથી રહસ્યમય બિલ્ડિંગને સ્કેન કરવામાં લાગ્યા છે. તેમનું માનવું છે કે આ દુનિયાની સૌથી જૂની ચર્ચોમાંથી એક હોઈ શકે છે. ત્યારે કેટલાંક લોકોનું કહેવું છે કે આ એક જળાશય કે એક જોરાસ્ટ્રિયન ફાયર મંદિર પણ હોઈ શકે છે.

બિલ્ડિંગ સ્થાનિક શેલ ચૂના પથ્થરથી બનેલી

સંશોધનકર્તાઓના પ્રમાણે, જો તેની તથ્ય મળી જાય કે આ એક ચર્ચ છે. તો આ દુનિયાનું સૌથી પ્રાચીન ચર્ચોમાંથી એક હોઈ શકે છે. આ બિલ્ડિંગ મધ્યયુગના કિલ્લા નાર્યન- કલાના ઉતર-પશ્ચીમ ક્ષેત્રમાં આવેલ છે.

આ સંપુર્ણ રીતે ભૂર્ગભ અને સ્થાનીય શેલ ચૂનાના પથ્થરથી બનેલ છે. જે લગભગ 1700 વર્ષ જૂની છે. જોકે અહીયા ખોદકામ કરવાના કારણે યુનેસ્કોની આ સાઈટ જોખમમાં પડી શકે છે.

રશિયન એકેડેમી ઑફ સાયન્સિસના સંશોધનકર્તાઓ, સ્કોબેલ્તિ્સન ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂક્લિયર ફિઝિક્સ લોમોનોસોવ મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટી અને ડાગેસ્ટૈન સ્ટેટ યુનિવર્સિટીએ તેની ઓળખ બનાવવા માટે ગૈર-ઈનવેસિવ ટેકનોલોજી મ્યુઓન રેડિયોગ્રાફીનો ઉપયોગ કર્યો.

પુરાત્તવોના વિવિધ તારણોથી ખબર પડી કે બિલ્ડિંગ એક ક્રોસના આકારમાં છે. તેનાથી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે આ એક ચર્ચ હોઈ શકે છે. આ 36 ફૂટ ઉંચી, 50 ફૂટ લાંબી અને 44 ફૂંટ પહોળી છે.

વૈજ્ઞાનિત સમૂહના પ્રમુખ નતાલિયા પોલુખીનાનુ કહેવું છે કે આ એક લંબચોરસ બિલ્ડિંગ છે. તેની બનાવટને જોઈને લાગે છે કે આ એક પાણીની ટાંકી હોઈ શકે છે. જોકે અમે તેની શોધમાં લાગી ગયા છીએ.

Share This:  

Recent Comments

Leave Comments

Top