દાંતીવાડા: 12 ગામોના ક્ષત્રિય સમાજે કર્યુ નવા નિયમોનું બંધારણ

કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા પર ફરમાવાયો પ્રતિબંધ

દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય સમાજે નવા નિયમોનું કડક બંધારણ બનાવ્યું હતુ. દાંતીવાડાના જેગોલ, કોટડા, ગાંગુદ્રા, ઓઢવા, હરિયાવાડા, માલપુરીયા, શેરગઢ, તાલેપુરા, રાણોલ, રતનપુર, ધાનેરી અને વેળાવાસ ગામના ક્ષત્રિય સમાજે આ નિયોમો બનાવ્યા છે. જેમાં કુંવારી છોકરીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથે જ કોઇ દીકરી કોઇની સાથે જતી રહે તો તેના પિતાને 1.50 લાખનો દંડ તો દીકરાના પિતાને 2 લાખનો દંડ ફરજિયાત કરવામાં આવ્યો છે.  

રવિવારે દાંતીવાડાના જેગોલ ગામે ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં અનેક આવકારદાયક નિર્ણયો લેવાયાં હતા. જેમાં વાસણ પ્રથા બંધ કરી રોકડ વ્યવહાર કરવા, પ્રસંગોમાં ડીજે-ફટાકડાં બંધ કરવા, સામાજિક વ્યવહારોમાં ઓઢામણી, મરણ વખતે કફન નજીકના સગા સંબંધીઓ લાવે બીજું કોઇ ન લાવે, વરઘોડા બંધ, બહારથી જાન આવે તો વરઘોડા કરવા નહીં, કુંવારી છોકરીઓને મોબાઇલ ન આપવો અને જો પકડાશે તો તેની જવાબદારી પિતાની રહેશે. કોઇ છોકરી બીજુ કોઇ કૃત્ય કરશે તો તેની જવાબદારી તે પરિવારની રહેશે અને માતા-પિતાને દોઢ લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. છોકરાના માતા-પિતાને બે લાખ ચૂકવવાના રહેશે. 

12 ગામોના આગેવાનોની મિંટિંગ સમાજમાં થતાં ખોટા ખર્ચ બંધ કરવા તેમજ સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે અને તમામ લોકો આ નિર્ણયથી ખુશ છે. ઠાકોર સમાજના આગેવાને કહ્યું કે નવા નિયમોનું સમાજના આ બારેય ગામોએ પાલન કરવું પડશે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top