દેશમાં પૂર પ્રભાવિતોની સંખ્યા 70 લાખને પાર

44ના મોત, અસમ સહિત 4 રાજ્યોમાં વણસી પરિસ્થિતિ

બિહાર તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં પૂરથી 70 લાખથી વધારે નાગરિકો પ્રભાવિત થયા છે, 44ના મોત નિપજ્યા છે. અસમના 33માંથી 31 જિલ્લાના 43 લાખ નાગરિક પુરની ચપેટમાં આવ્યા છે. અહીં 15 નાગરિકોના મોત થયા છે. બિહારમાં 12 જિલ્લાની 25 લાખથી વધારે જનજીવન પ્રભાવિત થયા છે, અહીં સોમવારે સાંજ સુધી 24ના મોત થયા છે.

બિહાર, નેપાળમાં થઈ રહેલા વરસાદે પૂરનો કહેર વધાર્યો છે. પૂર્વી ચંપારનમાં બે પુરનો વહેણ જોઈ રહેલા પાંચ બાળકો જયસિંહપૂર નહેર તેમજ પાણીથી ભરેલા ખાડામાં ડુબી ગયા. તેમને એનડીઆરએફે હાલ પુરમાં થયેલા મૃતકોમાં નથી ગણ્યા.

જ્યારે અરરિયામાં 9 અને મોતિહારીમાં 10 લોકોના જીવ ગયા છે. દરભંગામાં બચાવકાર્યો સાથે ખાવાના પેકેટ વહેંચવામાં આવી રહ્યા છે અને પ્રભાવિત વિસ્તારોમાં ડૉક્ટર મોકલવામાં આવી રહ્યા છે. સીએમ નીતિશ કુમારે પૂર્ણિયા, અરરિયા, કટિહાર અને કિશનગંજ જિલ્લાના હવાઈ સર્વેક્ષણ કરી પરિસ્થિતિની સમીક્ષા કરી છે.

મેઘાલયમાં સવા લાખ લોકો પ્રભાવિત

સતત સાત દિવસના વરસાદે મેઘાલયમાં સવા લાખ નાગરિક પુરની ચપેટમાં આવ્યા છે. બ્રહ્મપુત્ર તેમજ જિંજિરામ નદીઓએ ઘણા વિસ્તારોને ડુબાડી દીધા છે. પશ્ચિમ ગારો પર્વતીય જિલ્લાના મેદાની વિસ્તાર પુરની ચપેટમાં છે. ડેમડેમા બ્લૉકના 50 ગામોના અને સેલસેલ્લા બ્લૉકના 104 ગામોના નાગરિક પુરની ચપેટમાં છે. રાજધાની શિલાંગના નિચલા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

મિજોરમઃ હજાર પરિવાર સુરક્ષિત સ્થાનો પર મોકલાયા, પાંચ મોત

અહીં ખાવથલાંગતુઈપુઈ નદીમાં પુરથી લુંગેઈ જિલ્લામાં 32 ગામોના 700 ઘર પુરમાં ડુબી ગયા છે. અહીંથી આઠસો પરિવારોને સુરક્ષિત સ્થાને મોકલવામાં આવ્યા છે. વરસાદના કારણે સોમવાર સુઘી પાંચ નાગરિકોના મોત થયા છે. બસો પરિવારોને કેન્દ્રીય મિજોરમના સેરચિપ જિલ્લામાંથી કાઢી સુરક્ષિત સ્થાનો પર મોકલવામાં આવ્યા છે.

ત્રિપુરાઃ 15 હજાર બેઘર, નદીઓનું સ્તર ઘટ્યુ

રાજધાની અગરતલામાં પુરથી બેઘર થયેલા 10 હજાર લોકો ભટકી રહ્યા હતા. તેમને રાહત શિબિરોમાં શરણ આપવામાં આવી છે. પ્રદેશમાં કુલ 15 હજાર નાગરિકોને સરકારી ઈમારતોમાં આશ્રય અપાવવામાં આવ્યા છે. ભારે વરસાદથી પશ્ચિમ ત્રિપુરા અને ખોવાઈ જિલ્લામાં તબાહી મચાવી છે. જો કે સોમવારે સાંજ સુધી ખોવાઈ અને હાઓરા નદીઓનું જળસ્તર ઘટવાથી પરિસ્થિતિમાં સુધાર આવવા લાગ્યો. સ્થાનીક હવામાન વિભાગ નિર્દેશક દિલીપ સાહાના અનુસાર સોમવારે વરસાદ રોકાઈ ગયો છે. 

મહારાષ્ટ્રઃ ભારે વરસાદ બાદ અહીં પાલઘર અને ઠાણે જિલ્લાના હાઈઅલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં બનેલા બે મોટા બાંધ સંપૂર્ણ રીતે ભરાઈ ચુક્યા છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top