J&K: પાકિસ્તાનની ફરી નાપાક હરકત

અનેક વિસ્તારોમાં કર્યો ગોળીબાર

જમ્મુ અને કાશ્મીરમાં બૉર્ડર પર એક વાર ફરીથી પાકિસ્તાને નાપાક હરકત કરી છે. પાકિસ્તાને બૉર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જ્યારે, ભારે ગોળીબારનો પણ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.

જાણકારી પ્રમાણે, શુક્રવારે સવારે લગભગ 8 વાગ્યે પાકિસ્તાને મનકોટ, કૃષ્ણાઘાટી સેક્ટર, જિલ્લા પુંછ અને નૌશેરા સેક્ટર, રાજૌરીમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી ગોળીબાર કર્યો અને મોર્ટાર ફેંક્યા. ભારતીય સેના જવાબી કાર્યવાહી કરી રહી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top