જામનગર: કોંગ્રેસી કોર્પોરેટરોની પાંચ સ્કૂલોમાં જનતા રેડ

મોટા ભાગની શાળઓમાં જોવા મળ્યો ફાયર સેફ્ટીનો અભાવ

જામનગર મહાપાલિકાના વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ કોંગ્રેસી કોર્પોરેટરોએ શહેરની પાંચ સ્કૂલોમાં જનતા રેડ કરી તંત્રની અને શાળા સંચાલકોની પોલ છતી કરી હતી, એક તરફ વાલીઓ પેટે પાટા બાંધી મોંઘી ફી ચૂકવી શાળાઓમાં ભણાવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ શાળા સંચાલકો પોતાની જવાબદારીથી છટકી રહ્યાં હોવાની પણ જોવા મળી રહ્યું છે

જામનગરમાં તંત્ર દ્વ્રારા સુરતના અગ્નિકાંડ બાદ ખુબજ જોર શોર થી ચેકિંગની કાર્યવાહી કરાયા બાદ પ્રવર્તમાન સમયમાં કામગીરીમાં ટાઈ ટાઈ ફીસ જોવા મળ્યું છે  જે તે સમયે  શહેર ભરની ખાનગી-સરકારી શાળાઓ અને ટ્યુશન કલાસીસ સંચાલકોને ફાયર સેફ્ટિ મામલે નોટિસ ફટકારવા છતાં હજુ પણ મોટાભાગની શાળાઓ ફાયર સેફ્ટિના સાધનો વગર ધમધમી રહી હોવાથી મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ કોંગ્રેસી કોર્પોરેટરોએ શહેરની પાંચ સ્કૂલોમાં જનતા રેડ કરી તંત્રની અને શાળા સંચાલકોની પોલ છતી કરી હતી. 

જામનગર મહાપાલિકાના વિપક્ષી નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ અનેક કોંગ્રેસી કોર્પોરેટરો સહિત આગેવાનો દ્વારા સેન્ટ આન્સ, સેન્ટ ગાર્ગી, ડીકેવી કોલેજ, ગાયત્રી વિદ્યાલય, એ.કે. દોશી મહિલા કોલેજમાં જનતા રેઈડ કરી ફાયર સેફટીના સાધનો છે કે નહીં? તેની ચકાસણી કરી હતી. જો કે, મોટા ભાગની શાળાઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top